રાજકોટ, રાજકોટના વિરપુરમાં રહેતો અને કડિયાકામ કરતો કિશન ડાભી નામના યુવાને સોશિયલ મીડિયામાં યુવતીના નામે ફેક આઇડી બનાવ્યું હતું. બાદમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો હતો. યુવતીઓ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એટલે વીડિયો કોલ કરી નગ્ન હાલતમાં રહી છોકરી સાથેના વીડિયો કોલિંગના સ્ક્રિનશોટ પાડી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બીભત્સ માગણી કરતો હતો. આવું એક રાજકોટની યુવતી સાથે થતા તેણે રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી કોઠારિયા ગામની ૨૧ વર્ષની યુવતીએ કરેલી ફરિયાદ મુજબ, ગત તારીખ ૨૯ જુલાઇના રોજ સોશિયલ મીડિયા પર પાયલ પટેલના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે રિક્વેસ્ટ સ્વીકારતા સામેવાળી વ્યક્તિએ પોતે બ્યુટીપાર્લર ચલાવતી હોવાનું જણાવી અવારનવાર મેસેજથી વાત કરતો હતો. ત્યારે પાયલ પટેલના આઇડી પરથી વીડિયોકોલ રિસિવ કરતાં જ પોતે ડઘાઇ ગઇ હતી. વીડિયોકોલમાં સામે વાળી વ્યક્તિ યુવતી નહીં પુરુષ હતો અને તે વીડિયોમાં નગ્ન અવસ્થામાં દેખાયો હતો. આથી તુરંત તે આઇડી બ્લોક કરી નાખ્યું હતું. ત્યારબાદ અન્ય આઇડી પાર્લર ક્લાસિસ ઉપરથી વીડિયો કોલ કર્યો હતો જે રિસિવ નહીં કરતા સ્ક્રિનશોટ સાથે મેસેજ મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તું મારી સાથે વીડિયો કોલમાં વાત કર નહીં તો હું તારા ફોટા વહેતા કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ કરતા સાયબર સેલે તપાસ શરૂ કરતા યુવતીને પજવણી કરી ધમકી દેનાર આઇડી વાળાનો મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે નંબરની તપાસ કરતા તે નંબર વિરપુર રહેતા કિશન જયંતી ડાભીનો હોવાનું ખુલતા તુરંત તે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી છે. કિશને આવી અનેક યુવતીઓને શિકાર બનાવી હોય પરંતુ હાલ માત્ર બે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે જાે અન્ય કોઇ સાથે પણ આ રીતે બનાવ બન્યો હોય તો તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર યુવતીના નામનું ફેક આઇડી બનાવી બ્લેકમેઇલ કરતા આરોપી કિશન ડાભી સામે અગાઉ આઈપીસી કલમ ૩૦૭ હેઠળનો ગુનો વિ૨પુ૨ પોલીસમાં નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. પોતે કડિયા કામ કરે છે અને કામ ન ત્યારે સતત સોશિયલ મીડિયામાં સક્રિય ૨હેતો અને સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી તેને આ પ્રકા૨ની ગુનાહિત પ્રવૃતિ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તે આ ક૨તો હતો. જાેકે, આવું ક૨વા પાછળ કોઈ ખાસ કા૨ણ સામે આવ્યું નથી.