ખંડીવાળા ગામ પાસે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમા યુવક અને યુવતીએ ઝંપલાવ્યું ઃ ફાયર ફાઈટરની ટીમે શોધખોળ હાથ ધરી


હાલોલ, તા.૧૬

હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર લોકો આત્મહત્યા કરવા માટે ઝંપલાવી મોતને વ્હાલું કરી પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે જેમાં છેલ્લા કેટલાય સમયથી આ કેનાલ ઉપર મોતનો ભૂસકો મારનારા લોકોની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહ્યું હોવાનું જાેવા મળી રહ્યું છે જેમાં આજે ફરી એકવાર એક યુવક અને એક સગીર યુવતીએ સાથ જીયેંગે સાથ મરેંગે ના કોલ સાથે આ કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જેમાં બનાવ અંગે મળતી વિગતો મુજબ હાલોલ તાલુકાના ઊજેતી ગામે રહેતા અંદાજે ૧૯ વર્ષીય યુવક અને હાલોલના એક અંતરીયાળ વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી મળી છે જેમાં આ બંને કોઈ કારણોસર સાથે જીવી તો નહીં શકીએ પણ સાથે મરી જ શકીશું ને એવું વિચારી આજે રવિવારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલ પર આવેલ સરણેજ પાસેના ગેટ નજીક પહોંચ્યા હતા અને આજે રવિવારે સવારે ૯ઃ૩૦ વાગ્યાથી ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં આ બંને સગીરના યુવક યુવતીએ એકબીજાના હાથે મજબૂત રીતે ઓઢણી બાંધી એકબીજાનો હાથ પકડી પોતાની જીવન લીલા સંકેલી લેવાના ઇરાદા સાથે નર્મદાની મુખ્ય કેનાલના ઉંડા વહેતા પાણીમાં એક સાથે જ ઝંપલાવ્યું હતું જેમાં આ બંને એક સાથે નર્મદા કેનાલમાં આપઘાતના ઇરાદે કુદયા હોવા અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરી હતી જેમાં હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ બનાવની જાણ થતા તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બોટ મારફતે નર્મદા કેનાલના વહેતા પાણીમાં ઊતરી કેનાલના વહેતા ઊંડા પાણીમાં મોતનો ભૂસકો મારનારા યુવક અને સગીર વયની યુવતીને શોધવા માટેની કવાયતમાં જાેતરાયા હતા જેમાં સવારે ૯ઃ૩૦ થી ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં કેનાલમાં કૂદેલા બંને નો સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી પણ કોઈ પત્તો લાગ્યો ન હોવાની જાણકારી મળવા પામી છે જ્યારે ફાયર ફાઈટરની ટીમના જવાનો દ્વારા ૧૯ વર્ષીય યુવક અને સગીર યુવતીને નર્મદાની મુખ્ય કેનાલના વેહતા પાણીમાં શોધવાની કામગીરી હાલ પણ કરાઈ રહી હોવાનું જાણવા મળેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution