સુરત-
અડાજણના ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વેસ્ક્યુલર હોસ્પિટલમાં એનેસ્થેસિયાના તબીબ તરીકે ફરજ બજાવતી તેમજ અડાજણ કૃતિ બિલ્ડિંગમાં રહેતી ૨૯ વર્ષીય મહિલા તબીબ અહવ્વીયા સતીઠે ગુરુવારે સવારે વેક્યુરોનિયમ ઇન્જેક્શનના ૩ ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધો હતો.
તબીબ પાસેથી પિતાને સંબોધીને અંગ્રેજીમાં લખાયેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી. તમે ભણવા માટે ફાઇનાન્સયલી સપોર્ટ કર્યો તે બદલ આભાર.’ મૂળ ચેન્નાઇની વતની મહિલા તબીબ અડાજણની હોસ્પિટલ સિવાય અન્ય ૨ ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં ફરજ બજાવતી હતી. મૃતકના પિતા અને ભાઈ ખેડૂત છે. પરિવારમાં એકની એક દીકરી હતી. તેણીએ સુરત સિવિલમાં એમડીનો અભ્યાસ પુરો કર્યો હતો. પરિવારજનો ડેડબોડી લેવા સુરત આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છેકે મહિલા તબીબ ત્રણ વર્ષથી તેના ઘરે ગઇ ન હતી.
મહિલા તબીબ કોઇમ્બતુર યુનિવર્સિટીથી નીટની તૈયારી કરી રહી હતી તે વખતે તેનો એક યુવતી જાેડે ઝઘડો થયો હતો. જેના કારણે તેણે કોલેજ છોડી એક વર્ષ ઘરે રહી તૈયારી કરવી પડી હતી. તે વખતથી તે ટેન્શનમાં રહેતી હતી. આ વાતને ૪ વર્ષ થયા છે. છતાં આ વાતથી આજે પણ તે ટેન્શનમાં રહેતી હતી. જેના કારણે મહિલા તબીબે આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડનોટ પણ આ ઉલ્લેખ કર્યો છે. અમારી હોસ્પિટલમાં ૨૫ દિવસથી પાર્ટ ટાઇમ જાેબ કરતા હતા. રવિવારે પણ ડ્યુટી પર આવ્યા હતા. પછી મહિલા ડોકટરે પિતાને એટેક આવ્યો હોવાની વાત કરી ચાલુ ડ્યૂટી પરથી ચેન્નાઈ જવું પડે એમ કહી નીકળી ગયા હતા.