વાઘોડિયાથી ગુમ પશ્ચિમ બંગાલનીકિશોરી વડોદરામાંથી મળી આવી 

વાઘોડિયા, તા.૧૦

વાઘોડિયાના ગુગલીયા પુરા જલારામ નગરીમાં રહેતા એક ગરીબ દંપતીની ૧૩ વર્ષની ગુમ થયેલી કિશોરીને વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી માતપિતાને સોંપી હતી. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના નાનકડા પુરાહાગામે રહેતા દંપતી થોડા મહિનાઓ પહેલા કામઘંધાની શોઘમા વાઘોડિયા આવ્યા હતા. જ્યા કોલકત્તાના તેના અહિ રહેતા મિત્રએ વાઘોડિયા જીઆઈડીસીમા આશરે ત્રણેક મહિના પહેલા નોકરી લગાવી હતી.પતીપત્ની વાઘોડિયા જીઆઈડીસીમા નાનીમોટી નોકરી કરી ગરીબીના દિવસો ટુંકા કરે છે.ગુમ થનાર કિશોરીના પિતા દિલીપ ગુનોઘરનુ એક વર્ષ પહેલા અકસ્માતમા મોત થતા તેની માતા રિન્કુજાના (૩૨) એ પુર્ન લગ્ન માનસ સુબલ ખોટલે(૩૫) સાથે ૧ સપ્ટેમ્બર ૨૦ના રોજ કરી ૨૯ ઓક્ટોમ્બરે વાઘોડિયા કામ અર્થે આવ્યા હતા.પહેલા પતિથી રિન્કુજાનાને એક પુત્રી રત્ન જન્મી હતી. જેને આશરે ૧૩ વર્ષ પુરા થયા છે.

 ગરીબ દંપતી દિકરીને ઘરે એકલી મુકી રોજીંદાક્રમ મુજબ નોકરી ગયા હતા.સાંજે માતા નોકરીથી પરત આવી નજીકમા પાણી ભરવા જતા દિકરીને સુકવેલા કપડા લેવાનુ કામ સોંપ્યુ હતુ. પરંતુ માતા પાણી ભરી પરત ફરતા દિકરી ઘરમા મડી નહતી. જેથી માતાએ આસપાસ તપાસ કરી પતી રાત્રે આઠવાગે નોકરીથી પરત આવતા પતીને વાત કરી હતી. ૭ જાન્યુઆરી ૨૧ના રોજ પતી પત્નીએ પોતાની દિકરી ઘરે નહિ મડી આવતા આડોસ પાડોસમા શોઘખોડ કરી હતી.પરંતુ મોડી રાત સુઘી દિકરી નહિ મડતા આ દંપતીએ દિકરીને શોઘવા ગામનો ખુણેખુણો ખુંદિ વડ્યા હતા.આખરે પોતાની દિકરીને શોઘવા પોલીસ મથકે આવેલા દંપતી પર એ.એસ.પી જગદિશ બાંગરવાની નજર પડતા દંપતી ચૌઘાર આસુએ પોતાની દિકરી ગુમ થયા અંગેની હકિકત કહિ હતી. વાઘોડિયા પોલીસે વાતની ગંભીરતા સમજી ગુમ થયા અંગેની ફરીઆદ લઈ પોતાના સ્ટાફના ખાસ માણસોને દિકરીને શોધી લાવવા રવાના કર્યા હતા. જાેકે દિકરીનો ફોટો અને માત્ર બંગાલી ભાષા સાથે તુટક તુટક હિન્દીભાષા જાણતી હોવાની વિગતોના આધારે તપાસ શરુ કરી હતી. બાતમીદારો અને અંગત માણસો ની પુછપરછ બાદ વાઘોડિયા પોલીસના જવાનોએ વડોદરા શહેરમા બાપોદ પોલીસ મથકે આવ્યા હતા.જ્યા બાપોદ પોલીસે અજાણી બાળકી મડી આવતા ચાઈલ્ડ હેલ્પ લાઈનની મદદથી બપોરે ત્રણ વાગે મિશનરી એફ ચેરીટી મકરપુરાને સોંપી હોવાના વાવડ મળતાં પોલીસે મિશનરી પરથી કિશોરીનો કબ્જાે લઈ વાઘોડિયા પોલીસ મથકે લાવી તેના માતપીતાને સોંપી હતી. માતપિતાને દિકરી મળી આવતા ભાવુક થઈ પડ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution