બ્રોન્ઝ મેડલ વિજેતા સૌથી યુવા ખેલાડી અમન સેહરાવતનું ઉષ્માભર્યું સ્વાગત


નવી દિલ્હી:ભારતના યુવા કુસ્તીબાજ અમન સેહરાવતનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમને પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પુરુષોની ફ્રી સ્ટાઇલ ૫૭ કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તે ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે. હવે તે પેરિસથી ભારત પરત ફર્યો છે. આ દરમિયાન નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર અમન સેહરાવતનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં હાજર કર્મચારીઓએ અમન સાથે લીધેલા ફોટોગ્રાફ્સ પણ મેળવ્યા હતા. આ સાથે તેમના સ્વાગત માટે એરપોર્ટની બહાર ચાહકોની મોટી ભીડ હાજર હતી, જ્યાં તેમને હાર પહેરાવીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના માટે હાજર ચાહકોની ભીડ તેના નામના નારા લગાવતી પણ જાેવા મળી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમન તેના ફેન્સમાં જાેવા મળી રહ્યો છે. અમને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝને ૧૩-૫થી હરાવીને ભારત માટે છઠ્ઠો મેડલ જીત્યો હતો. અમન ૨૧ વર્ષ, ૧ મહિનો અને ૧૪ દિવસની ઉંમરમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. આ પછી, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમન સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન આપ્યા. પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ૫૭ કિગ્રા કુસ્તી સ્પર્ધાની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં તેણે મેસેડોનિયાના ભૂતપૂર્વ યુરોપિયન ચેમ્પિયન વ્લાદિમીર એગોરોવને ૧૦-૦ની તકનીકી શ્રેષ્ઠતા સાથે હરાવ્યો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને ૧૨-૦થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution