ગાંધીનગર-
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 3 મહિના માટે મોકૂફ રાખવાના નિર્ણય બાદ સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી યોજવાનું સૂચના આપવામાં આવી છે, ત્યારે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા મહાનગરપાલિકાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મુદ્દાઓને લઈને ખાસ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા વીડિયો કોન્ફરન્સમાં EVM મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના મતે જણાવ્યા પ્રમાણે EVM મશીનની કેટલા પ્રમાણમાં જરૂરિયાત રહેશે અને તેની સુરક્ષા બાબતની પણ ચર્ચાઓ મીટિંગમાં કરવામાં આવી હતી.કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 3 મહિના માટે મોકૂફ રાખવાના નિર્ણય બાદ સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી યોજવાનું સૂચના આપવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના તહેવાર બાદ રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો સુપ્રિમ કોર્ટ દ્વારા પણ 28 ફેબ્રુઆરી પહેલા ચૂંટણી યોજીને બોડી રચવાનું સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે હવે ઉત્તરાયણના તહેવાર બાદ ટૂંક સમયમાં જ ચૂંટણીપંચ આયોગ દ્વારા સત્તાવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.