સાચો હિંદુ તે છે, જે ગાય સંરક્ષણ કાયદો લાવે:શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ


નવી દિલ્હી:સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ પર આપેલા નિવેદન બાદ ભાજપ અને હિંદુ સંગઠનોએ સાથે મળીને તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીથી લઈને ધાર્મિક નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા હતા. ત્યાર આજે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હિંદુ ધર્મ વિશેના નિવેદનનું સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીના હિંદુ નિવેદનને લઈને ઉગ્ર ટીકાઓ વચ્ચે હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસના સાંસદનું સમર્થન આપતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ ૧ મિનિટના વિડિયોને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના સોશિયલ મીડિયા એકસ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે, “અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય પણ હિંદુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા નથી. રાહુલ ગાંધીના સંપૂર્ણ નિવેદનમાંથી અડધા નિવેદનનો ભાગ ફેલાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર ગુનો છે. અને આવુ કરનારને સજા થવી જાેઈએ.”૧લી જુલાઈના રોજ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ માને છે, તેઓ ૨૪ કલાક હિંસા અને નફરત ફેલાવતા રહે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે, સત્યને સાથ આપવો જાેઈએ, તેનું સમર્થન કરવું જાેઈએ.” રાહુલ ગાંધીએ સંસદના વિશેષ સત્ર દરમિયાન આપેલા નિવેદનમાં હિન્દુ વિરોધી વાત કરવામાં આવી નથી. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ અગાઉ રાહુલના નિવેદન પર કહ્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષ સાચો હિંદુ હિતેચ્છુ નથી. કારણ કે, કોઈ પણ રાજકીય પક્ષ હિંદુ ધર્મમાં માતાનો દરજ્જાે ધરાવતી ‘માતા ગાય’ માટે હજુ સુધી ‘ગાય સંરક્ષણ કાયદો’ લાવી નથી શકી. રાહુલ ગાંધી સંસદમાં જે કહે છે તે રાજકીય નિવેદન છે, પરંતુ સાચો હિંદુ તે છે, જે ગાય સંરક્ષણ કાયદો લાવે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution