મુંબઈ,તા.૩૧
દેશમાં એક વર્ષમાં બેન્ક ફ્રોડ ૧૬૬% વધ્યા છે. ૨૦૨૩-૨૪માં કુલ ૩૬,૦૭૫ લોકો બેન્ક ફ્રોડનો શિકાર થયા. ૨૦૨૨-૨૩માં તેની સંખ્યા ૧૩, ૫૬૪ જ હતી. ભારતીય રિઝર્વ બેન્કના તાજા રિપોર્ટ અનુસાર સૌથી વધુ ૮૦ ટકા ફ્રોડ ક્રેડિટ/ડેબિટકાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગથી સાથે જાેડાયેલા હતા. ૧૧.૫% ફ્રોડ લોનના હતા.
આ કેસ ડિજિટલ લેન્ડિંગ સાથે જાેડાયેલા હતા. તેમાં ફોન પર જ કેવાયસી કરી ઊંચા વ્યાજની લોન ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ. ૫.૫% લોકો બેન્કોમાં પૈસા જમા કરાવા દરમિયાન ફ્રોડનો શિકાર બન્યા. આશ્ચર્યજનક બાબત એ છે કે ફ્રોડની સંખ્યામાં થયેલા અનપેક્ષિત વધારા પછી ગુમાવેલી રકમ ૪૬.૬૮% ઓછી રહી. ૨૦૨૨-૨૩માં બેન્ક ગ્રાહકોએ કુલ ૨૬.૧૨ હજાર કરોડ રૂપિયાની રકમ ગુમાવી, જે ૨૦૨૩-૨૪માં ઘટીને ૧૩.૯૩ હજાર કરોડ જ બચી. રિપોર્ટ અનુસાર ૨૦૨૧-૨૨માં કુલ ફ્રોડની સંખ્યા ૯,૦૪૬ જ હતી. એટલે કે બે વર્ષમાં ફ્રોડની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે.
દેશમાં ૨૦૨૩-૨૪માં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ૪૪.૪ અબજ ડોલરનું રહ્યું જે કોવિડ પછી સૌથી ઓછું છે. ૨૦૧૮-૧૯માં દેશમાં એફડીઆઈ ૪૨ અબજ ડોલર હતું. તેના ત્રણ વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં આ ૫૦ અબજ ડોલરથી વધુ રહ્યું. ૨૦૨૦-૨૧માં આ સૌથી વધુ ૫૯.૬ અબજ ડોલર હતું.
દેશની નિકાસ પણ ૨૦૨૦-૨૧ પછી સૌથી ઓછી છે. ૨૦૨૩-૨૪માં કુલ નિકાસ ૩૧૯.૮૬ અબજ ડોલરની રહી. ૨૦૨૨-૨૩માં દેશમાંથી નિકાસ રેકોર્ડ ૪૫૬ અબજ ડોલર રહી હતી.
દેશની નાણાકીય બચત ૫.૨% છે. જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછી છે. દેશના લોકોની કુલ નાણાકીય બચત માત્ર ૧૪.૨ લાખ કરોડ છે. નાણાવર્ષ ૨૦૨૦-૨૧માં જે માત્ર ૧૧.૬% એટલે કે ૨૨ લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. વાર્ષિક આધાર પર ગ્રોસ સેવિંગ પણ ૨૦૨૨-૨૩માં ૨૯.૭% રહ્યું, જે ૨૦૨૧-૨૨માં ૩૦.૮% હતું.દેશમાં ખાદ્યાન્નોનું ઉત્પાદન એક વર્ષમાં ૨ કરોડ ટન ઘટીને ૩૦.૯ કરોડ ટન રહી ગયું જે ૨૦૨૨-૨૩માં ૩૨.૯૭ કરોડ ટન હતું.ઇમ્ૈંનો કુલ ખર્ચ ૫૬% ઘટ્યો, માટે આવક ૧૪૦% સુધી વધી આરબીઆઈએ સરકારને આ વખતે ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું સરપ્લસ ફંડ ટ્રાન્સફર કર્યું હતું. કેન્દ્રીય બેન્કની ચોખ્ખી આવક ૧૪૦% વધીને ૮૭.૪૨ હજાર કરોડથી વધીને ૨.૧૦ લાખ કરોડ થઈ પરંતુ તેમાં સૌથી મોટો ફાળો ઓછા ખર્ચનો હતો. કેન્દ્રીય બેન્કનો ખર્ચ ૧.૪૮ લાખ કરોડથી ૫૬% ઘટીને ૬૪.૬૯ હજાર કરોડ રહી ગયો.