ભરૂચ, તા.૨૩
ભરૂચ શહેર માં પણ કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરી રહ્યું છે. જેમાં આજે અષાઢી બીજના દિવસે ભરૂચ શહેર માં ૯ અને જંબુસરમાં ૧ મળી ભરૂચ જીલ્લા કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે ભરૂચ જીલ્લાનો આંકડો ૧૬૧ને પાર થયો છે. ત્યારે ભરૂચની શાકભાજીની લારી વાળાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકોના હાલ બેહાલ કર્યા છે. ચાર તબક્કા ના લોકડાઉન બાદ પાંચ માં તબક્કા ના અનલોક ૧ માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે જંબુસર માં દિવસ દીઠ ૫થી ૭ કોરોના પોઝિટિવ કેસો મળી આવતા હતા.ત્યારે આ જે ભરૂચ શહેર માં લોકલ કોરોના વાયરસ નું સંક્રમણ ફેલાયું છે. જેમાં આજે ભરૂચ શહેર માં ૯ કોરોના પોઝિટિવ જયારે જંબુસર નો ૧ મળી ૧૦ કોરોના પોઝિટિવ કેસ ભરૂચ જીલ્લા માં નોંધાતા આંકડો ૧૬૧ ને પાર થયો છે.
આજે નોંધાયેલા ભરૂચ શહેર ના કોરોના પોઝિટિવ ના શાકભાજી ની લારી ચલાવનાર અને આલી કાછીયાવાડ નો રહીશ નો કોરોના પોઝીટીવ આવતા તેને કેટલા લોકો ને શાકભાજી વહેંચી હશે અને કેટલાક લોકો તેના સંપર્ક માં આવતા સંક્રમિત થયા હશે.ભરૂચ ની વડદલા એપીએમસી માંથી શાકભાજી વહેલી સવારે લાવી શક્તિનાથ વિસ્તારમાં વ્યવસાય કરી રહ્યો હતો.ત્યારે શાકભાજી ના લારી વાળા નો કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાશ્રમ રોડ, શકિતનાથ, તુલસીધામ, સ્ટેશન રોડ ઉપર શાકભાજી ની લારી ઉભી રાખી વેપાર કરનારાઓ માસ્ક અને ગ્લોઝ વિના વેપાર કરી રહ્યા હતા.