ચૈત્ર અને શારદીય નવરાત્રિ દરમિયાન શક્તિના સ્વરૂપ દેવી દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. તેમના વિશે તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ 9 રૂપો સિવાય માતા દુર્ગાની 10 મહાવિદ્યાઓ પણ છે જેમને સિદ્ધિ આપનારી માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની આ 10 મહાવિદ્યાઓની પૂજા થાય છે. તેમાંથી એક છે માતા છિન્નમસ્તા માતા છિન્નમસ્તા કે છિન્નમસ્તિકાનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર ઝારખંડની રાજધાની રાંચીથી 80 કિલોમીટર દૂર રઝપ્પામાં છે. આ મંદિરની વિશેષતા છે તેની મૂર્તિ.
રઝપ્પામાં છે માતા છિન્નમસ્તિકાનું મંદિર:
એવી માન્યતા છે કે અસમના કામાખ્યા મંદિર ને દુનિયાની સૌથી મોટી શક્તિપીઠ કહેવામાં આવે છે. અને તેના પછી દુનિયાની બીજી સૌથી મોટી શક્તિપીઠના રૂપમાં રઝરપ્પામાં આવેલ માતા છિન્નમસ્તિકાનું મંદિર જાણીતું છે. આ મંદિરમાં માતાની મૂર્તિની વાત કરીએ તો માતાનું કપાયેલું માથું તેમના જ હાથમાં છે. અને તેમનું ગળામાંથી લોહીની ધારા પ્રવાહિત થઈ રહી છે. જે બંને બાજુ ઉભેલી સખીઓના મુખમાં જઈ રહ્યું છે. માતાનું આ સ્વરૂપ કેટલાંક લોકોને જોવામાં ભયભીત પણ કરી શકે છે.
અદભુત છે માતાનું આ સ્વરૂપ:
દેવી માતાના આ રૂપને મનોકામના દેવીના રૂપમાં ઓળખવામાં આવે છે અને પુરાણોમાં પણ રઝરપ્પાના આ મંદિર નો ઉલ્લેખ શક્તિપીઠના રૂપમાં મળે છે. આમ તો અહીંયા આખું વર્ષ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે પરંતુ ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિમાં અહીંયા ભક્તોની સંખ્યા બેગણી થઈ જાય છે. એવી માન્યતા છે કે આ મંદિર 6000 વર્ષથી પણ વધારે જૂનું છે.
શું છે માતાના આ રૂપની કથા:
પૌરાણિક કથાઓનું માનીએ તો એકવાર દેવી પોતાની સહેલાણીઓ સાથે નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કર્યા પછી તેમની સહેલાણીઓને ભારે ભૂખ અને તરસ લાગી. તેમણે દેવીને કંઈક ખાવાનું લાવવા માટે કહ્યું. પરંતુ આ વાત પર દેવીએ તેમને રાહ જોવા કહ્યું. ભૂખના કારણે તેમની સહેલાણીઓની સ્થિતિ ખરાબ થવા લાગી અને તેમનો રંગ કાળો પડવા લાગ્યો. ત્યારે દેવીએ પોતાના શસ્ત્રથી પોતાનું જ માથું કાપીને તેમાંથી લોહીની ત્રણ ધારા કાઢી. તેમાંથી બે ધારામાંથી પોતાની સહેલાણીઓની તરસ છીપાવી અને ત્રીજાથી પોતાની. ત્યારથી માતા છિન્નમસ્તાના નામથી જાણીતા છે. દેવી દુષ્ટો માટે સંહારક અને ભક્તો માટે દયાળુ છે.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલ સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. લોકસત્તા જનસત્તા તેની પુષ્ટિ કરતું નથી.)