હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાની લાડભડોળ તહસીલના સિમસ ગામમાં આવેલુ દેવીનાં મંદિરને ચમત્કારિક મંદિર કહેવામાં આવે છે. આ મંદિર વિષે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. કહેવાય છે કે આ મંદિરના ફ્લોર પર સુવાથી મહિલાઓ ગર્ભવતી થાય છે. લગ્ન પછી લાંબા સમય સુધી જે મહિલાઓને સંતાન પ્રાપ્તિનું સુખ નથી મળતું તેવી મહિલાઓ દુર દુર થી આવી ને આ મંદીરની મુલાકાત લેય છે. નવરાત્રીમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, અને ચંદીગઢના પડોશી રાજ્યોમાંથી સેંકડો મહિલાઓ આ મંદિરની મુલાકાતે આવે છે. સંતાન દાત્રીના નામથી દુર દુર સુધી આ મંદિર પ્રખ્યાત છે. આ મંદિરમાં બિરાજમાન દેવીને સંતાન દાત્રીના નામથી પણ જાણવામાં આવે છે. દર વર્ષે અહી નિસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિની આશા સાથે આવે છે.
માન્યતા અનુસાર જો કોઈ સ્ત્રી કંદ- મૂળ કે ફળની સપનામાં પ્રાપ્તિ કરે છે તો તે સ્ત્રી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત કરે છે. અને સપનામાં આવેલી વસ્તુ પણ અનેક સંકેતો ધરાવે છે, જેમકે જો કોઈ સ્ત્રીને જામફળ મળે તો છોકરો, અને જો ભીંડી મળે તો છોકરી પ્રાપ્ત થવાની માન્યતા છે. તેમજ સપનામાં જો કોઈ ધાતુ, લાકડા કે પથ્થરની બનેલી વસ્તુ મળે તો સંતાનપ્રાપ્તિનું સુખ ન મળવાના સંકેતો માનવામાં આવે છે. આ દુનિયા ચિત્ર વિચિત્ર વસ્તુઓ થી ભરેલી છે.અને દરેક સ્થળ પોતાની રીતે કૈક વિશેષતા સાથે પ્રખ્યાત છે. તો જાણી લો આવીજ એક વિચિત્ર જગ્યા વિષે જેના વિષે માનવું મુશ્કેલ છે. હા એવુજ એક મંદિર એટલે હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાની લાડભડોળ તહસીલના સિમસ ગામમાં આવેલું દેવીનું મંદિર.