વોશ્ગિટંન-
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પાર્ટી ફાયરિંગમાં 1 વ્યક્તિનું મોત અને 20 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગોળીબાર એક આઉટડોર પાર્ટી દરમિયાન થયુું હતું.
મેટ્રોપોલિટન પોલીસ વિભાગના વડા, પીટર ન્યૂઝહેમે જણાવ્યું હતું કે ગોળીબાર ત્યારે થયો જ્યારે કેટલાક લોકો આઉટડોર પાર્ટી દરમિયાન સંગીત વગાડતા હતા અને જમતા હતા. આ ઘટનામાં એક 17 વર્ષના છોકરાનું મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન ઘણા શસ્ત્રોથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સંદર્ભે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
પીટર ન્યૂઝહેમે કહ્યું કે કોવિડ-19 દરમિયાન આપણે આ પ્રકારની પાર્ટી સહન કરી શકીએ નહીં. તે ખૂબ જોખમી છે. કોઈ એવું અનુમાન કરી શકતું નથી કે આવી શૂટિંગ કોઈ પાર્ટીમાં થશે.વોશિંગ્ટન ડીસીના મેયરે કહ્યું કે કોલમ્બિયા ડિસ્ટ્રિક્ટની શેરીઓમાં દારૂ પીવું ગેરકાયદેસર છે. 50 થી વધુ લોકોને એક જગ્યાએ એકત્રિત કરવું પણ ગેરકાયદેસર છે. આ બધી બાબતો બરાબર નથી. જ્યારે આપણે કહીએ કે આપણે મોટી ઇવેન્ટ્સ કરી શકતા નથી, ત્યારે તેનો ઉદ્દેશ લોકોને સલામત રાખવાનો છે.