નડિયાદ, ઉત્તરપ્રદેશનુ રાજ્ય પક્ષી ગણાતું ‘સારસ‘ બર્ડ ગુજરાતમાં પણ જાેવા મળે છે. આ પક્ષીની સૌથી મોટી વસ્તી ખેડા જિલ્લાના માતર તાલુકાના પરીએજ વેટલેન્ડ પર જ જાેવા મળે છે. સમગ્ર ગુજરાતમાં ૧૮૦૦થી ૨૦૦૦ની આસપાસ ‘સારસ‘ પક્ષીની સંખ્યા છે. તેમાથી આ પરીએજ વેટલેન્ડ પર જ મોટી સંખ્યામાં ‘સારસ‘ બર્ડ જાેવા મળી રહ્યા છે. આ માત્ર એક એવું પક્ષી છે કે જે હંમેશા જાેડામાં જાેવા મળે છે. ગઇકાલે ૨૧ જૂને વર્ષના સૌથી લાંબામ દિવસે માતરના પરીએજ વેટલેન્ડ અને ખેડા-આણંદ જિલ્લાના ૧૬૪ ગામોમાં એકીસાથે ‘સારસ‘ પક્ષીની ગણતરી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ જે ચાલે છે તે યુપીએલ અને તેની સાથે અન્ય વોલેન્ટિયર્સ મળી કુલ ૯૯ વ્યક્તિઓની ફૌજ આ દિવસે ગણતરી કરવા ફીલ્ડમા ઉતરી હતી. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૪માં ૧૪૩૧ સારસ પક્ષી નોધાયા છે, જે ગત વર્ષની સરખામણીમાં ૧૭૭ સારસ પક્ષીનો વધારો થયો છે.
વર્ષ ૨૦૧૫થી સતત પ્રોજેક્ટ ચાલી રહ્યો છે
ખેડૂતો સાથે ટેવાયેલું પક્ષી એટલે ‘સારસ‘ જે ક્રેન આકર જેવું હોય છે. આ પક્ષીને ક્રેન બર્ડ તરીકે પણ ઓળખાય છે. ‘સારસ‘ પક્ષી માટે રાજ્યમાં ખાસ પ્રોજેક્ટ તેના સંરક્ષણ અને જતન માટેની વિવિધ કામગીરી કરાઈ રહી છે. ખેડા આણંદ જિલ્લાની બોર્ડર પર આવેલા માતર તાલુકાના પરીએજ વેટલેન્ડ પર આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૬થી સતત ચાલી રહ્યો છે. જેમાં હાલ ૮ વર્ષના લાંબા અંતે ‘સારસ‘ પક્ષીની સંખ્યામાં વધારો થયો છે. પરીએજ વેટલેન્ડ પર શાળાના બાળકો, મુલાકાતીઓ આવે છે અને ‘સારસ‘ પક્ષી નીહાળે છે. શાળાના બાળકો દ્વારા પણ આ કંપની દ્વારા અલગ અલગ જનજાગૃતિની પ્રવૃત્તિઓ અહીયા કરવામાં આવે છે અને ફોરેસ્ટ વિભાગનો પણ સહયોગ હોય આજે સારસની સંખ્યામાં વધારો થયો છે.
સારસ પક્ષીની વિશેષતા શું છે?
ગુજરાતમાં ‘સારસ‘ ક્રેનની બીજા ક્રમની સૌથી વધારે વસ્તી છે. આ પક્ષી ભારતમાં લુપ્તપ્રાય પ્રજાતિ છે. વન વિભાગ, યુપીએલ અને સમુદાયના સંયુક્ત પ્રયાસોને લીધે સારસની વસ્તી વધી છે સારસ ક્રેન વૈશ્વિકસ્તરે સૌથી વધારે ઊંચાઈએ ઉડતુ પક્ષી છે અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઇયુસીએન) રેડની યાદી અંતર્ગત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે તે ભીની એટલે કે વેટલેન્ડ્સમાં વસવાટ કરે છે તથા માનવી સાથે જગ્યાને લઈ અનુકૂળતા ધરાવે છે. તે આહાર તથા સંવર્ધન માટે કૃષિ ક્ષેત્રો પર આધાર રાખે છે. વેટલેન્ડ્સના પ્રમાણમાં ઘટાડો થતા અને વર્તમાન આવાસ સંબંધિત બગડતા સારસની સંખ્યામાં ઘટાડો થવા પાછળના કેટલાક મુખ્ય કારણો પૈકી એક હોવાનું માનવામાં આવે છે.
વર્ષ ૨૦૧૬માં ૫૪૪ સારસ હતા, હવે ૧૪૩૧ થયા
યુપીએલ સારસ ક્રેન કનશર્વેશન પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૧૫થી પરીએજ વેટલેન્ડ પર ચાલતા આ પ્રોજેક્ટમા જાે ‘સારસ‘ પક્ષીનો ગ્રાફ જાેવામાં આવે તો, સૌપ્રથમ વર્ષ ૨૦૧૫- ૫૦૦ સારસ જાેવા મળ્યા હતા. જે બાદ આ કંપની દ્વારા ‘સારસ‘ પક્ષીના જતન અને સંરક્ષણને ધ્યાન લઈને આસપાસના ખેડૂતોને સાથે રાખી પ્રોજેક્ટને વેગવંતો કર્યો હતો. જેમાં સારસની સંખ્યામાં વધારો જાેવા મળ્યો હતો. વર્ષ ૨૦૧૬મા ૫૪૪ સારસ, ૨૦૧૭મા ૬૫૭, ૨૦૧૮માં ૭૨૬, ૨૦૧૯માં ૭૭૨, ૨૦૨૦માં ૮૨૯, ૨૦૨૧માં ૯૧૫, ૨૦૨૨માં ૯૯૨ અને વર્ષ ૨૦૨૩માં ૧૨૫૪ અને એ બાદ ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૪ની અંદર ૧૪૩૧ સારસ પક્ષીઓ જાેવા મળ્યા છે. જેમાં ૧૪૧ તેના બચ્ચાઓ સામેલ છે. ખેડા-આણંદના ૧૫ તાલુકાઓમાં ૧૬૪ ગામડાઓ ૯૯ વ્યક્તિઓની ટીમ ખુદી આ સારસ પક્ષીનો ૨૧ જૂને ખાસ સર્વે કર્યો છે. અહીંયા દર વર્ષે સારસ પક્ષીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે અહીયા ચાલતા ેંઁન્ સારસ ક્રેન કનશર્વેશન પ્રોજેક્ટને કારણે શક્ય બન્યું છે. અને આસપાસના ખેડૂતો અને ગ્રામજનોના સપોર્ટથી આ શક્ય બન્યું છે.
સારસ પક્ષી ખેતરમાં ઈંડા મૂકે ત્યારે તેના માળાની અમે રક્ષા કરીએ છીએઃ ખેડૂત
સ્થાનિક ઇન્દ્રવણા ગામના ખેડૂતે જણાવ્યું કે આ કંપની સાથે ઘણા વર્ષોથી હું સંકળાયેલો છું. લોકોને જાગૃત કરીએ છીએ સારસ પક્ષી જ્યારે ઈંડા મૂકે ત્યારે તેના માળાની રક્ષા કરીએ છીએ. ખેતરમાં માળો બનાવે તો આ કંપનીને જાણ કરીએ છીએ અને તેનું રક્ષા કવચ અમે ઊભું કરીએ છીએ. તેમજ અન્ય કોઈ પશુ પંખી તેમજ જાનવર નુકસાન ન પહોંચાડે તેની પૂરતી તકેદારી પણ રાખતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૫થી સતત પ્રોજેક્ટ ચાલી રહ્યો છે
ખેડૂતો સાથે ટેવાયેલું પક્ષી એટલે ‘સારસ‘ જે ક્રેન આકર જેવું હોય છે. આ પક્ષીને ક્રેન બર્ડ તરીકે પણ ઓળખાય છે. ‘સારસ‘ પક્ષી માટે રાજ્યમાં ખાસ પ્રોજેક્ટ તેના સંરક્ષણ અને જતન માટેની વિવિધ કામગીરી કરાઈ રહી છે. ખેડા આણંદ જિલ્લાની બોર્ડર પર આવેલા માતર તાલુકાના પરીએજ વેટલેન્ડ પર આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૬થી સતત ચાલી રહ્યો છે. જેમાં હાલ ૮ વર્ષના લાંબા અંતે ‘સારસ‘ પક્ષીની સંખ્યામાં વધારો થયો છે. પરીએજ વેટલેન્ડ પર શાળાના બાળકો, મુલાકાતીઓ આવે છે અને ‘સારસ‘ પક્ષી નીહાળે છે. શાળાના બાળકો દ્વારા પણ આ કંપની દ્વારા અલગ અલગ જનજાગૃતિની પ્રવૃત્તિઓ અહીયા કરવામાં આવે છે અને ફોરેસ્ટ વિભાગનો પણ સહયોગ હોય આજે સારસની સંખ્યામાં વધારો થયો છે.
સારસ પક્ષીની વિશેષતા શું છે?
ગુજરાતમાં ‘સારસ‘ ક્રેનની બીજા ક્રમની સૌથી વધારે વસ્તી છે. આ પક્ષી ભારતમાં લુપ્તપ્રાય પ્રજાતિ છે. વન વિભાગ, યુપીએલ અને સમુદાયના સંયુક્ત પ્રયાસોને લીધે સારસની વસ્તી વધી છે સારસ ક્રેન વૈશ્વિકસ્તરે સૌથી વધારે ઊંચાઈએ ઉડતુ પક્ષી છે અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઇયુસીએન) રેડની યાદી અંતર્ગત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે તે ભીની એટલે કે વેટલેન્ડ્સમાં વસવાટ કરે છે તથા માનવી સાથે જગ્યાને લઈ અનુકૂળતા ધરાવે છે. તે આહાર તથા સંવર્ધન માટે કૃષિ ક્ષેત્રો પર આધાર રાખે છે. વેટલેન્ડ્સના પ્રમાણમાં ઘટાડો થતા અને વર્તમાન આવાસ સંબંધિત બગડતા સારસની સંખ્યામાં ઘટાડો થવા પાછળના કેટલાક મુખ્ય કારણો પૈકી એક હોવાનું માનવામાં આવે છે.
વર્ષ ૨૦૧૬માં ૫૪૪ સારસ હતા, હવે ૧૪૩૧ થયા
યુપીએલ સારસ ક્રેન કનશર્વેશન પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૧૫થી પરીએજ વેટલેન્ડ પર ચાલતા આ પ્રોજેક્ટમા જાે ‘સારસ‘ પક્ષીનો ગ્રાફ જાેવામાં આવે તો, સૌપ્રથમ વર્ષ ૨૦૧૫- ૫૦૦ સારસ જાેવા મળ્યા હતા. જે બાદ આ કંપની દ્વારા ‘સારસ‘ પક્ષીના જતન અને સંરક્ષણને ધ્યાન લઈને આસપાસના ખેડૂતોને સાથે રાખી પ્રોજેક્ટને વેગવંતો કર્યો હતો. જેમાં સારસની સંખ્યામાં વધારો જાેવા મળ્યો હતો. વર્ષ ૨૦૧૬મા ૫૪૪ સારસ, ૨૦૧૭મા ૬૫૭, ૨૦૧૮માં ૭૨૬, ૨૦૧૯માં ૭૭૨, ૨૦૨૦માં ૮૨૯, ૨૦૨૧માં ૯૧૫, ૨૦૨૨માં ૯૯૨ અને વર્ષ ૨૦૨૩માં ૧૨૫૪ અને એ બાદ ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૪ની અંદર ૧૪૩૧ સારસ પક્ષીઓ જાેવા મળ્યા છે. જેમાં ૧૪૧ તેના બચ્ચાઓ સામેલ છે. ખેડા-આણંદના ૧૫ તાલુકાઓમાં ૧૬૪ ગામડાઓ ૯૯ વ્યક્તિઓની ટીમ ખુદી આ સારસ પક્ષીનો ૨૧ જૂને ખાસ સર્વે કર્યો છે. અહીંયા દર વર્ષે સારસ પક્ષીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે અહીયા ચાલતા સારસ ક્રેન કનશર્વેશન પ્રોજેક્ટને કારણે શક્ય બન્યું છે. અને આસપાસના ખેડૂતો અને ગ્રામજનોના સપોર્ટથી આ શક્ય બન્યું છે.

Loading ...