મધ્ય પ્રદેશ-
મધ્ય પ્રદેશના બૈતૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે લોકાયુક્તની ટીમે એક સરકારી પ્રાઈમરી સ્કૂલના શિક્ષકના ઘરે છાપો માર્યો હતો. ટીમે તપાસમાં સરકારી સ્કૂલના શિક્ષક કરોડપતિ નીકળ્યો હતો. આવક કરતા વધારે સંપત્તિની ફરિયાદ થયા પર મંગળવારે ટીચરના ઘર ઉપર લોકાયુક્તની ટીમે છાપો માર્યો હતો. જ્યાં ટીચર પાસેથી ૫ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાના દસ્તાવેજ મળ્યા છે. અને એક લાખ રૂપિયા રોકડા અને બેન્ક ખાતા અને લોકરની જાણકારી મળી હતી. જાણકારી પ્રમાણે લોકાયુક્તે ટીચર પંકજ શ્રીવાસ્ત અને તેમની પત્ની અને પિતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમની અલગ અલગ કલમો લગાવી કેસ નોંધ્યો છે. બેતૂલના બગડોનામાં આલિશાન મકાનમાં રહેનારા પંકજ શ્રીવાસ્તવ રેંગાઢાના ગામમાં સરકારી પ્રાઈમરી સ્કૂલમાં ટીચર છે. અને તેઓ ૧૯૯૮થી અહીં નોકરી કરે છે. એ સમયે તેમનો પગાર ૨ હજાર રૂપિયા હતો. અત્યારે તેઓ કાયમી શિક્ષક થયા બાદ તેમનો પગાર ૪૮ હજાર રૂપિયા થયો છે. આખી નોકરીના કાર્યકાળમાં આ શિક્ષકે ૩૮ લાખ રૂપિયા કમાયા છે. જાેકે, પંકસ શ્રીવાસ્તવ સામે લોકાયુક્તની ફરિયાદ મળી હતી કે તેમની આવક કરતા વધારે સંપત્તી છે. મળેલા દસ્તાવેજાેની સંપત્તીની કિંમત ૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. લોકાયુક્તે ટીચર પંકજ શ્રીવાસ્તવ અને તેના પિતા રામ જન્મ શ્રીવાસ્તવ સાથે તેમની પત્ની ઉપર ભ્રષ્ટાચાર અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત મામલો નોંધ્યો છે. લોકાયુક્ત ટીઆઈનું કહેવું છે કે ત્રણે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં વધારે તપાસ કરવામાં આવી રહી છે. લોકાયુક્ત આઈટી સલિલ શર્માનું કહેવું છે કે ફરિયાદ મળી હતી કે પંકજ શ્રીવાસ્તવ નામના શિક્ષક પાસે આવક કરતા વધારે સંપત્તિ છે. જેનું અમે સત્યાપન કર્યું હતું. જ્યારે અમે તેમના ઘરે સર્ચિંગ કર્યું તો રેડ દરમિયાન ૨૫ સંપત્તીઓના દસ્તાવેજ મળી આવ્યા હતા. જ્યારે એક લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સાથે સાથે લોકરની જાણકારી પણ મળી આવી હતી. ટીઆઈ સલિલ શર્માનું કહેવું છે કે કુલ સંપત્તી પાંચ કરોડની આંકવામાં આવે છે. આવક કરતા વધારે સંપત્તિમાં છાપો મારીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૨૫ સપંતીઓના દસ્તાવેજ મળ્યા હતા. જેમાં ભોપાલમાં મિનાલ રેસીડેન્સીમાં ડુપ્લેક્સ, સમરધામાં પ્લોટ, પિપલિયામાં એક કરોડની જમીન, છિંદવાડામાં ૬ એકરની જમીન, બેતુલમાં ૮ આવાસીય પ્લોટ, ૬ દુકાનો, ૧૦ અલગ અલગ ગામોમાં કૃષિ જમીન આમ કુલ ૨૫ એકર થશે. તમામ સંપત્તીની કિંમત લગભગ ૫ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. અત્યારે તપાસ ચાલું છે.