દહેજમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતું ટેન્કર ઝડપાયું

ભરૂચ,  ભરૂચ જીપીસીબીની ટીમે રાત્રીના બાતમીના આધારે દહેજ જીઆઇડીસીમાંથી કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી જાહેર કાંસમાં ઠાલવતા એક ટેન્કરને ઝડપી પાડ્યું હતું.ઉદ્યોગોમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી માટે ઇટીપી પ્લાન્ટ હોવો જરૂરી છે. અથવા જે તે ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાપિત કોમન ઇટીપી પ્લાન્ટમાં ઉદ્યોગની મેમ્બરશીપ હોવી જાેઈએ. કંપનીએ પોતાના કેમિકલ યુક્ત વેસ્ટ વોટરને ઇટીપી પ્લાન્ટમાં ટ્રીટ કર્યા બાદ જ તેનો નિયમ મુજબ નિકાલ કરવાનો હોય છે. આમ છતાં ભરૂચ જિલ્લામાં કંપનીઓ ઘ્વારા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી નો ખૂણે ખાચરે રાત્રી દરમ્યાન નિકાલ કરી દેવાય છે. ભરૂચ જિલ્લા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ટીમે બાતમીના આધારે રાત્રી દરમ્યાન દહેજ જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્‌સ કમ્પની નજીકથી કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ખાલી કરતા ય્ત્ન-૫ છફ૫૫૭૮ નંબરના ટેન્કર ને ઝડપી પાડ્યું હતું. જીપીસીબીની અધિકારી ફાલ્ગુન મોદીના કહેવા મુજબ જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ટેન્કર ખાલી થઈ ચૂક્યું હતું. ટેન્કર કઈ કંપનીનું હતું તે જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution