૬થી ૧૮ વર્ષથી વય જૂથના તમામ બાળકો માટે સમગ્ર શિક્ષા દ્વારા સરવે હાથ ધરાયો

આણંદ : આરટીઇ એક્ટ-૨૦૦૯ના અમલીકરણના ભાગરૂપે એકપણ બાળક શિક્ષણથી વંચીત ન રહી જાય અને તમામ બાળકોની ઓળખ થઇ શકે તે હેતુથી જુદાં જુદાં કારણોથી શાળા બહાર રહેલાં ૬થી ૧૮ વર્ષથી વય જૂથના તમામ બાળકો માટે સમગ્ર શિક્ષા દ્વારા સરવે હાથ ધરાયો છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ સ્લમ વિસ્તાર, વાડી વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, કારખાના, રેલવે સ્ટેશન, વર્ક સાઇટ અને નોટીફાઇડ વિસ્તારો વગેરેમાં બાળકોની ઓળખ થઇ શકે તે હેતુથી ડિસેમ્બર-૨૦૨૦ માસ દરમિયાન સરવે હાથ ધરવામાં આવ્યો છે. આ સરવેેમાં કોઇ આવા બાળકો મળી આવે તો નજીકની સરકારી શાળા કે સીઆરરસી/બીઆરસી કો-ઓર્ડિનેટરનો અથવા સમગ્ર શિક્ષા, અમૂલ ડેરી સામે, જિલ્લા પંચાત ભવન, આણંદનો સંપર્ક કરવા જિલ્લા પ્રોજેક્ટ કો.-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત, આણંદની એક યાદીમાં જણાવાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution