વોશિંગટન-
કેબ ડ્રાઇવરોના દુર્વ્યવહારના સમાચાર તો હંમેશા સામે આવતા રહે છે, પરંતુ અમેરિકામાં એક ડ્રાઈવરને મહિલા મુસાફરની ગેરરીતિનો સામનો કરવો પડ્યો. ડ્રાઇવરનો વાંક માત્ર એટલો હતો કે, તેણે મહિલાઓને માસ્ક લગાવવા કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જાેતા તમામ લોકો મહિલા મુસાફરોની ટીકા કરી રહ્યુ છે. ત્યારે, વીડિયો વાયરલ થયા બાદ સેન ફ્રાન્સિસ્કો પોલીસના હરકતમાં આવતા એક આરોપી મહિલાની ધરપકડ કરી છે.
સેન ફ્રાન્સિસ્કોમાં એક ટેક્સી ચલાવતા ઉબર ડ્રાઈવર શુભાકરે મહિલા મુસાફરોની હરકતો વિરોધી કેમેરામાં કેદ કરી હતી, જેના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. શુભાકર કહે છે કે તેણે ટેક્સીમાં રહેલી ત્રણેય મહિલાઓને માસ્ક પહેરવાની વિનંતી કરી હતી, પરંતુ તેઓએ ના માત્ર આ વાતનો ઇનકાર કર્યો પરંતુ ગેરવર્તન શરૂ કર્યું. એક મહિલાએ શુભાકરના ચહેરા પર જાેરથી ખાંસી ખાધી હતી અને ત્યારબાદ તેનું માસ્ક પણ કાઢી નાખ્યું હતું. આરોપીએ ડ્રાવઈવરનો મોબાઇલ છીનવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
શુભાકરના મુજબ, જ્યારે તેણે માસ્ક લગાવવા કહ્યું, તો એક મહિલાએ પોતાને કોવિડ પોઝિટિવ ગણાવી હંગામો શરૂ કર્યો હતો. ૩૨ વર્ષીય ડ્રાઈવરે જણાવ્યું કે, તેની સાથે અભદ્રતા કર્યા બાદ જ્યારે તમામ મહિલાઓ ટેક્સીથી બહાર નીકળી, ત્યારે તેમાંથી એક મહિલાએ દરવાજાથી ગાડીની અંદર પેપર સ્પ્રે છાંટ્યો જેના કારણે તેનો શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો એક મહિલા પત્રકારે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.