દિવ, દિવના વણાકબારામાં એક મકાનના રસોડામાં રાત્રિના અશાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે રસોડામાં સૂતેલો શખ્સે નજીકની અગાસીમાંથે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં રસોડામાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. પરિવારની પરિસ્થિતીને ધ્યાને રાખી સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી લોકોએ અપીલ કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાકબારા ગામે મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં એક મકાનના રસોઈ ઘરમાં રાત્રિના બાર વાગ્યાના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી આજુબાજુમાં રહેતાં લોકો જાગી જતાં ઘરની બહાર નીકળી પોત પોતાની મોટર ચાલું કરી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. આ બનાવ બનતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આ આગની ઘટનામાં રસોડામાં રહેલ પલંગ પર સૂતેલા જગાભાઈ રસોઈ ઘર નજીકની અગાસીમાંથે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આગ ભભૂકતા જ આસપાસના લોકો એકઠા થઇને આગને કાબુમાં લીધી હતી. સ્થાનિકોની સૂઝબૂઝથી સમયસર રસોડામાં રહેલ ગેસની બોટલને બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ આગના ઘટનામાં રસોડામાં ભરેલ આખા વર્ષનું અનાજ, રેફ્રીઝરેટર, પલંગ, ઘોડીયુ તેમજ માછીમારીની ઝાળી જેવી અનેક ખાદ્યચીજ વસ્તુ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મકાનમાં જગાભાઈ ભાડે રહેતા હતા સાથે આગની ઘટનાથી તેમને લાખોનું નુકસાન થયું હતું. માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી તેઓના નુકશાનની ભરપાઈ થાય તે માટે તેઓએ પ્રશાસન પાસે સહાયની ગુહાર લગાવી છે.