ઈઝરાયેલ- દક્ષિણ ગાઝા શહેર રફાહમાં મોટાપાયે નરસંહારની વચ્ચે ઈઝરાયેલી સેના અને હમાસ દ્વારા નરસંહારને અટકાવી દેવામાં આવ્યો છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના આદેશ પર બીજી તરફ ૈંડ્ઢહ્લ અને હમાસે રવિવારે સતત યુદ્ધનો પોતાનો આગ્રહ છોડી દીધો હતો. ૈંડ્ઢહ્લ એ જાહેરાત કરી હતી કે મહત્તમ માનવતાવાદી સહાય પહોંચાડવાની મંજૂરી આપવા માટે શહેર પર એક દિવસ માટે હુમલો કરવામાં આવશે નહીં.
સેનાએ કહ્યું કે રફાહમાં સવારે ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ‘વ્યૂહાત્મક વિરામ’ રહેશે અને તે આગામી આદેશો સુધી અમલમાં રહેશે. બીજી તરફ, હમાસ પણ વ્યૂહાત્મક યુદ્ધવિરામ માટે સંમત છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મહિનાઓથી જે નરસંહાર ચાલી રહ્યો છે તે એવો છે કે માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના નિર્દોષ પેલેસ્ટાઈનીઓ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪૦ હજાર લોકોના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયેલ રફાહમાં રાહત શિબિરોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં ગાઝામાંથી જીવ બચાવીને લોકોએ આશ્રય લીધો છે. જાે કે, ઈઝરાયેલ એવો પણ દાવો કરે છે કે તેનું નિશાન હમાસના આતંકવાદીઓ છે, જેઓ સામાન્ય પેલેસ્ટાઈનીઓના વેશમાં રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.
ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ગાઝા બાદ રફાહ જ એકમાત્ર જગ્યા બચી છે, જે હમાસનો છેલ્લો ગઢ છે. ઈઝરાયેલે હાલમાં જ બે રાહત શિબિરો પર હુમલો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા. જાે કે સેનાએ કહ્યું કે હુમલામાં હમાસ કમાન્ડર પણ માર્યા ગયા છે. થોડા દિવસો પહેલા, એક ઓપરેશનમાં, ઇઝરાયેલે તેના ચાર નાગરિકોને હમાસની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા, જેઓ ગયા વર્ષે ૭ ઓક્ટોબરે થયેલા હુમલા બાદથી હમાસની કસ્ટડીમાં હતા. ઈઝરાયેલની સેના હુમલા કરીને માત્ર હમાસ જ નહીં પરંતુ નિર્દોષ પેલેસ્ટાઈનીઓને પણ મારી રહી છે. સામાન્ય લોકો માટે જીવન જ નહીં, જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યાં કોઈ ખોરાક બચ્યો નથી અને ઘણા લોકો ભૂખમરાથી મરી રહ્યા છે. જ્યારથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી, યુનાઇટેડ નેશન્સથી માંડીને ઘણી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી એજન્સીઓ ગાઝા અને હવે રફાહના લોકો માટે જીવન નર્ક બની ગયું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે. અમેરિકાથી શરૂ કરીને ઘણા દેશો યુદ્ધવિરામની માંગ ઉઠાવી રહ્યા છે. જાે કે હવે ઈઝરાયેલી સેના અને હમાસ દ્વારા રવિવારે એક દિવસના વ્યૂહાત્મક વિરામની જાહેરાત કરવામાં આવી છે. એક દિવસીય યુદ્ધવિરામ સામાન્ય લોકોને મહત્તમ સહાયતા આપવા કરાયો છે.
ૈંડ્ઢહ્લએ અહેવાલ આપ્યો છે કે સહાય ટ્રકોને ઇઝરાયેલ દ્વારા નિયંત્રિત કેરેમ શાલોમ આંતરછેદ સુધી પહોંચવાની મંજૂરી આપવાના હેતુથી વ્યૂહાત્મક વિરામ જાહેર કરવામાં આવ્યો છે. આ ટ્રકો ગાઝાના અન્ય ભાગોમાં સહાય પહોંચાડવા માટે કેરેમ શાલોમ ઈન્ટરસેક્શનથી સલાહ-એ-દિન હાઈવે સુધી સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે.