અમદાવાદ -
અમદાવાદ કોર્પોરેશન દ્વારા અસરવા શાળા નંબર 18 અને 19 ખાતે પ્રદીપસિંહ જાડેજા અને કોર્પોરેશના નેતાઓ દ્વારા 2017માં શહીદ થયેલા વીર જવાન ગોપાલસિંહ ભદોરિયાના સ્ટેચ્યુંનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. અમરાઇવાડી ખાતે રહેતા ગોપાલસિંહ ભદોરિયા જમ્મુમાં આતંકી મૂઠભેડમાં વીર ગતિ પામ્યા હતા. આજે કોર્પોરેશનની શાળામાં તેમની પ્રતિમાનું અનાવરણ કરી અને સરકારે તેમને અને તેમના પરિવારને ગૌરવ આપ્યું છે. વીરજવાનએ માં ભરતી માટે પોતાનો જીવ આપ્યો એ ગૌરવની વાત છે. એવું ગૃહ પ્રધાને આજે જણાવ્યુ હતું.
પ્રદીપસિંહ જાડેજા અને કોર્પોરેશનના નેતા અને અધિકારીઓ ઉપ્સ્થ્તિ રહ્યા હતા. આ કાર્યકર્મમાં પ્રદીપસિંહ જાડેજાએ ગોપાલસિંહ ભદોરિયાના પરિવારનું સન્માન કર્યું હતું. ગોપાલસિંહ ભદોરિયા 2008માં થયેલા 26/11 ના હુમલામાં પણ તેમણે સેવા આપી હતી. 2017માં કુપાવાડામાં 4 આતંકીને ઠાર કરી પોતે શહીદ થયા હતા. જેની યાદમાં આજે અસરવાની સ્કૂલમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.