વડોદરા, તા.૯
વર્ષ ૨૦૧૩માં તાત્કાાલીન કાૅંગ્રેસ સરકારે વક્ફ બોર્ડના કાયદામાં સુધારો કરીને મુસલમાનોને અમર્યાદ અધિકાર આપ્યા. તે કાયદાને કારણે કોઈપણ ટ્રસ્ટ્ અથવા મંદિરની સંપત્તિ નહીં, જ્યારે કોઈપણ સંપત્તિ વક્ફ બોર્ડની સંપત્તિ તરીકે ઘોષિત કરવાનો અધિકાર બોર્ડને મળ્યો. તેથી આજે ભારત સરકારના સંરક્ષણ દળ અને રેલ્વે્ વિભાગ પછી સર્વાધિક (૬ લાખ એકર) ભૂમિનો માલિક વક્ફ બોર્ડ છે. ખરું જોતાં વક્ફ પાસે આટલી ભૂમિ ક્યારે પણ નહોતી; બોર્ડનો ચાલુ રહેલો ‘લેંડ-જેહાદ એ ‘લવ-જેહાદ’ કરતાં પણ ભયંકર છે. તેના વિરોધમાં હિંદુઓએ સંગઠિત થઈને કાયદેસર લડાઈ લડવી જોઈએ, એવું આવાહન સર્વોચ્ચ ન્યા્યાલયના ધારાશાસ્ત્રી તેમજ ‘હિંદુ ફ્રંટ ફાૅર જસ્ટિરસના અધ્યાક્ષ હરિ શંકર જૈને કહર્યું. તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘ઑનલાઈન’ નવમ ‘અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્રમ અધિવેશન’માં બોલી રહ્યા હતા. લાૅર્ડ મેકાૅલે પછી કમ્યુ નિસ્ટે વિચારોથી ગ્રસ્તલ પંડિત નહેરુએ શૈક્ષણિક વલણ નક્કી કરવાના અધિકાર કમ્યુોનિસ્ટોટને સોંપ્યા્; પરિણામે ગત એક હજાર વર્ષમાં મોગલ અને અંગ્રેજોએ જેટલી ભારતની હાનિ કરી નહીં હોય, તેટલી હાનિ ડાબી વિચારસરણી ધરાવનારા લોકોએ ૭૦ વર્ષમાં કરી છે. તેમ જણાવ્યું હતું. તેમ હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેએ જણાવ્યું હતું.