રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અને શહેર પોલીસ દ્વારા એકતા રેલી યોજાઈ

૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીગંજ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને મેયર સહિતના શહેરના અગ્રણીઓએ પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. આ ઉપરાંત શહેર પોલીસ તંત્ર દ્વારા માંડવીથી ગાંધી નગરગૃહ સુધી સરદાર પટેલની જીવનશૈલીની જાણ કરતાં સુવાક્યો સહિતના પોસ્ટરો સાથે એક રેલીનું આયોજન કરાયું હતું. માંડવી ખાતે બનાવેલા સ્ટેજ પરથી પોલીસ અધિકારીઓ દ્વારા ગ્રીન ફ્લેગ આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં શહેર પોલીસના ઉચ્ચાધિકારીઓ સાથે પોલીસ હેડ ક્વાટર્સના જવાનો તેમજ સીઆરપીએફની મહિલાઓની ટુકડી પણ જાેડાઈ હતી. સમગ્ર માર્ગ પર પોલીસ બેન્ડના સુરાવલી સાથે નીકળેલી શિસ્તબદ્ધ રેલીએ શહેરીજનોમાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution