મહેસાણા-
સાત પગલાં ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિશાન પરીવહન યોજનાના લોકાર્પણ અને મંજુરી હુકમ વિતરણનો કાર્યક્રમ જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાવાના છે. મહેસાણા જિલ્લામાં ૧૦ સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ વિસનગર,મહેસાણા અને વિજાપુર તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી વિસનગર ખાતે યોજાવાનો છે. આ ઉપરાંત આ દિવસે બપોરે ૦૩-૦૦ થી ૦૪-૩૦ કલાકે ઉમિયાવાડી બેચરાજી ખાતે કડી,જોટાણા અને બેચરાજી તાલુકાનો અને મા પાર્ટી પ્લોટ ખેરાલું ખાતે સવારે ૧૦-૦૦ થી ૧૧-૩૦ કલાકે ખેરાલું,વડનગર ઉંઝા, અને સતલાસણા તાલુકાનો કાર્યક્રમ યોજાવાનો છે.
કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ચાલુ વર્ષે ૨૦૨૦-૨૧ માટે ખેડુતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિશાન પરીવહન યોજના હેઠળ મીડીયમ સાઇઝ ગુડસ કેરેજ વ્હીલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજના હેઠળ ખેડુત લાભાર્થીઓને મંજુરી હુકમોના વિતરણ માટે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાવાના છે.જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ,ચેરમેનઓ રાજ્યના વિવિધ સ્થળોએ યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેરનાર છે.