જાતે શોધેલા ઈલાજથી બ્રેઈન ટ્યૂમર મટાડયું અને સફળ પ્રોડક્ટ બનાવી

ઇટલીના સેન્ટ ફ્રાન્સિસે કહ્યું હતું કે 'જે જરૂરી તે શોધવાનું શરુ કરો.. તે માટે તમારાથી જેટલો શક્ય હોય એટલો પ્રયત્ન કરો, પરિણામ એ આવશે કે એક દિવસ તમે અશક્ય ચીજને પણ શક્ય કરીને બતાવશો’. સેન્ટ ફ્રાંસીસે તેરમી સદીમાં કહેલી આ વાતને આધુનિક જગતમાં ક્રિસ્ટોફર વોકરે સાચી સાબિત કરી બતાવી છે. કેલિફોર્નિયામાં જન્મેલા ક્રિસ્ટોફર વોકર કોલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે તેમને ખબર પડી કે તેમના મગજમાં ટ્યુમર થયું છે. આ ટ્યુમરનો ઈલાજ પ્રાકૃતિક રીતે જાતે શોધવાની ધગશને કારણે દુનિયાને નવા પ્રકારની પ્રાકૃતિક ઉપચાર પધ્ધતિની ભેટ મળી.

ડ્યુક યુનિવર્સીટીમાં ન્યુરોસાયન્સમાં અભ્યાસ કરતા ક્રિસ્ટોફર વોકરને પિટ્યુટરી ગ્રંથી ઉપર ટ્યુમરનું નિદાન થયું. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. ટ્યુમરને કારણે ક્રિસ્ટોફરના શરીરમાં હોર્મોન્સનું અસંતુલન થઇ ગયું. સારવાર કરનાર ડોક્ટરોએ સિન્થેટિક હોર્મોન આપી ક્રિસ્ટોફરની સારવાર શરુ કરી. ડોક્ટર ઓપરેશન કરી ટ્યુમર કાઢવાના પક્ષમાં હતા. ક્રિસ્ટોફર પણ તે માટે તૈયાર હતા. ટ્યુમરના ઓપરેશન પહેલાની સારવાર ક્રિસ્ટોફર માટે ખુબ પીડાદાયક રહી. ક્રિસ્ટોફરને થયું કે ટ્યુમરની બીમારીનો કોઈક રીતે પ્રાકૃતિક ઈલાજ ચોક્કસ હશે. જેનાથી દર્દીના શરીરમાં રિએક્શન ન આવે કે સારવારની કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. ક્રિસ્ટોફરે વિચાર્યું કે ઓપરેશન કરાવતા પહેલા એક વાર પ્રાકૃતિક રીતે ઈલાજ કરવાનો પ્રયત્ન કરવો જાેઈએ. તેમણે ટ્યુમરનું ઓપરેશન કરતા પહેલા ડોક્ટર પાસે સમય માંગ્યો અને પ્રાકૃતિક ઈલાજ શોધવામાં જાતે જ સંશોધન શરુ કર્યું.

તે સમયે ક્રિસ્ટોફર ડ્યુક યુનિવર્સીટીમાં વિદ્યાર્થી હતા. તેમણે યુનિવર્સિટીની લાયબ્રેરી ફેંદી નાખી અને પ્રાકૃતિક સારવાર જાતે જ શરુ કરવા જરૂરી માહિતી એકત્રિત કરી. ક્રિસ્ટોફર રાત દિવસ યુનિવર્સિટીની લાયેબ્રેરી અને લેબોરેટરીમાં વિતાવવા લાગ્યા. લાયબ્રેરીના પુસ્તકોમાંથી પ્રાપ્ત માહિતી એકત્રિત કરી લેબોરેટરીમાં ઉપલબ્ધ સાધનો દ્વારા પ્રાકૃતિક ઈલાજની શોધમાં ક્રિસ્ટોફર મચી પડ્યા. સતત અઢાર મહિના સુધી અનેક સંશોધનો કર્યા. ટ્યુમરને દૂર કરવાનો પ્રાકૃતિક ઈલાજ શોધવા સતત મહેનત કરી. આખરે એક પ્રોડક્ટ તૈયાર થઇ જે સંપૂર્ણપણે પ્રાકૃતિક વસ્તુઓથી બનાવેલી હતી.

ક્રિસ્ટોફરે જાતે તૈયાર કરેલી પ્રોડ્‌કટને પોતાની ઉપર જ અજમાવવાનું શરુ કર્યું. ક્રિસ્ટોફરે સ્ટડી કરીને મહિનાઓની મહેનત બાદ બનાવેલી પ્રાકૃતિક પ્રોડક્ટ રંગ લાવી. તેમના શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થવાથી ક્રિસ્ટોફર જે ટ્યુમરથી પીડાઈ રહ્યા હતા તેનો ઈલાજ થવા લાગ્યો. શરીરમાં ફરીથી હોર્મોન્સનું સંતુલન આવવા લાગ્યું. ટ્યુમર દૂર થવા લાગ્યું જેને કારણે તેમના મેડિકલ રિપોર્ટ નોર્મલ થવા લાગ્યા. ક્રિસ્ટોફરે જાતે બનાવેલી પ્રોડક્ટથી તેમને અકલ્પનિય પરિણામ મળી રહ્યા છે તે જાેઈને નિષ્ણાત ડોક્ટરોને પણ ભારે આશ્ચર્ય થયું.

ઓપ્રાહ વિન્ફ્રેએ લખ્યું છે કે 'સફળ થવાની ચિંતા ન કરશો. જીવનમાં કંઈક મહત્વપૂર્ણ કામ કરવાનું શરુ કરશો તો સફળતા આપોઆપ મળશે’. ઓપ્રાહની વાત મુજબ ખરેખર તેવું જ થયું. ક્રિસ્ટોફર ટ્યુમરની બીમારીમાંથી સદંતર બહાર આવી ગયા. તેમના હોર્મોન્સ બેલેન્સ થઇ ગયા. જેની જરૂરિયાત હતી તે મેળવવા માટે ઉપલબ્ધ સાધનોથી એક લક્ષ તરફથી મહેનતનું પરિણામ મળ્યું. પરંતુ આ તો હજુ શરૂઆત હતી.

ક્રિસ્ટોફર વોકરે વિચાર્યું કે પ્રાકૃતિક રીતે તેમણે બનાવેલી પ્રોડક્ટથી પોતાનો ઈલાજ તો કરી લીધો. પરંતુ દુનિયામાં આ પ્રકારની બીમારીઓથી પીડાતા અનેક લોકો છે. જેઓને પ્રાકૃતિક ઇલાજનું જ્ઞાન ન હોવાને કારણે રિબાઈ રહ્યા છે. જેથી તેવા લોકોના ઈલાજમાં મદદ કરવા માટે આ સંશોધનને દુનિયા સમક્ષ મૂકવું જાેઈએ. તેમણે વ્યક્તિગત અનુભવથી ઈલાજની જે નવી પદ્ધતિ શોધી હતી તેને દર્દીઓ સુધી પહોંચાડવા એક બ્રાન્ડેડ પ્રોડકટ બનાવવાનું વિચાર્યું.

ક્રિસ્ટોફરે પ્રોડક્ટને બજારમાં મુકતા પહેલા પોતાના સાથી વિદ્યાર્થી મિત્રોની એક ટીમ બનાવી. જેઓ આ બીમારીથી પીડાતા લોકોની માહિતી મેળવવા માટે ઇમેઇલ મોકલતા. જેઓના પરિચયમાં આ પ્રકારની બીમારીની અસર હેઠળના દર્દીઓ હોય તેઓ બાબતે માહિતી લઈને ક્રિસ્ટોફર તેમજ તેમના મિત્રો દર્દીનો સંપર્ક કરતા. સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પ્રોડક્ટનો સપ્લીમેન્ટ તરીકે ઉપયોગ તેમજ તેનાથી થતા ફાયદાઓ વિષે સમજાવતા. આખરે અન્ય દર્દીઓ પણ ક્રિસ્ટોફર વોકર પાસેથી તેમણે બનાવેલી પ્રોડકટને સપ્લીમેન્ટ તરીકે ખરીદવા લાગ્યા. તે દર્દીઓને પણ પરિણામ મળવા લાગ્યા જેને કારણે ક્રિસ્ટોફરનો આત્મવિશ્વાસ વધ્યો. તેમણે ેંસ્ઢેં નામથી તેમની પ્રોડક્ટની કંપની રજીસ્ટર કરાવીને ડ્રગ લાઇસન્સ મેળવી લીધું.

ેંસ્ઢેં દ્વારા માનવ શરીરમાં હોર્મોન્સ બેલેન્સ રાખવા માટે પ્રાકૃતિક સપ્લીમેન્ટ બનાવીને આપવામાં આવતા હતા. શરૂઆતમાં માત્ર ઈ-કોમર્સ દ્વારા ગ્રાહકોને સેવાઓ પુરી પાડવામાં આવતી હતી. જે બાદ કંપનીનું કામ વધતું ગયું. વર્ષ ૨૦૧૯માં ક્રિસ્ટોફર વોકરે શરુ કરેલી કંપની આજે ૨૦ મિલિયન ડોલરના વેચાણ સુધી પહોંચી ચુકી છે. માત્ર ૨૬ કર્મચારીઓ દ્વારા ચાલતી આ કંપની આજે વિશ્વની અલગ પ્રકારની કંપની બની ચુકી છે. જેને સફળ બનાવવાનો પૂરો શ્રેય જાય છે ક્રિસ્ટોફર વોકરને જેમણે આફતને અવસરમાં પરિવર્તિત કર્યો

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution