પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં નકલી સોનાના વેપારીના મકાનની નીચેથી ગુપ્ત ટનલ મળી

પશ્ચિમ બંગાળ,: પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં, પોલીસે નકલી સોનાની મૂર્તિઓના કથિત વેપારીના ઘરની નીચે એક છુપાયેલી સુરંગ શોધી કાઢી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. રાજ્યપાલ સીવી આનંદ બોઝે તેને ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાજનક’ ગણાવ્યું હતું અને મમતા બેનર્જી સરકારને રાજ્યમાં કાયદાનું શાસન જાળવવા વિનંતી કરી હતી.ગુપ્ત ટનલ ૪૦ મીટર લાંબી છે અને કમર-ઊંડા પાણીથી ભરેલી છે. આ ટનલ ભારત-બાંગ્લાદેશ સરહદ અને સુંદરબન ડેલ્ટાની નજીક વહેતી મતલા નદીને જાેડે છે.અધિકારીઓનું માનવું છે કે દાણચોર સદ્દામ સરદાર અને તેના સાથીઓએ પોલીસના દરોડા દરમિયાન બચવા માટે આ સુરંગનો ઉપયોગ કર્યાે હતો. પોલીસે સોશિયલ મીડિયા પર નકલી સોનાની મૂર્તિઓ અને ખરીદેલી વસ્તુઓની ડિલિવરી ન કરવા સંબંધિત છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધી હતી.બરુઈપુરના એસપી પલાશ ચંદ્ર ઢાલીએ જણાવ્યું હતું કે, “અમને સદ્દામ સરદાર અને તેના ભાઈ સૈરુલ વિરુદ્ધ નાદિયાના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાની ફરિયાદ મળી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution