પાદરા નજીક હેલિપેડ ગ્રાઉન્ડ પાસેથી ૭૬ હજારનો વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિઓ જપ્ત

પાદરા ના સાંગમાં કેનાલ પાસે એલસીબી પોલીસે વિદેશી દારુના ક્વાટર, બીયર ટીન પેટી નંગ ૨૦ બોટલ નંગ ૫૫૨ કી.રૂ.૭૬૮૦૦/- તથા સ્કોર્પીઓ ગાડી ૪ લાખ મળી કુલ ૪,૭૬,૮૦૦/- નો મુદ્દા માલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસે કોર્ડન કરી ગાડી પકડતા ચાલક ગાડી મૂકીને ભાગી ગયેલ અજાણ્યા ગાડી ના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને ગાડીની તપાસ હાથ ધરી હતી.

પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એલસીબી સ્ટાફના અશોકભાઈ કાનાભાઇ તથા મુકેશભાઈ પાચાભાઈ ખાનગી વાહનમાં પાદરા વિસ્તારમાં પ્રોહી કામગીરીમાં હતા તે દરમ્યાન પાદરા સાંગમા કેનાલ પાસે આવતા સંયુકતપણે બાતમી મળેલ કે, એક સફેદ કલરની સ્કોર્પીયો ગાડી નં- ય્ત્ન-૦૬ ડ્ઢય્-૮૨૧૮ મા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે અને તે ગાડી વડોદરાથી પાદરા તરફ આવનાર છે. જે માહિતી આધારે એલસીબી વડોદરા-પાદરા રોડ ઉપર પાદરા નજીક હેલીપેડ ગ્રાઉન્ડ સામે રોડ ઉપર વોચ માં હતા તે દરમ્યાન સ્કોર્પીયો ગાડી આવતા તેને કોર્ડન કરી પકડતા ચાલક ગાડી મૂકી ભાગી ગયેલ હતો. ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની પેટી નંગ- ૨૦ જેમાં કુલ કવાર્ટરીયા/બીયર ટીન/બોટલ નંગ-૫૫૨ કીંમત રૂા.૭૬,૮૦૦/- તથા સ્કોર્પીયો ગાડી કિ રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪,૭૬,૮૦૦/- ના મુદામાલની હેરાફેરી કરી રેઇડ દરમ્યાન સ્થળ ઉપર ગાડી મુકી નાસી ગયેલ અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution