શહેરામાં પુરવઠાના ગોડાઉનમાંથી કરોડોનુ અનાજ સગેવગે કરવાનુ કૌભાંડ

શહેરા, શહેરા મા મસમોટું પુરવઠા ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવતા મામલતદાર દ્વારા ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર સહિતના ઓ સામે ફરિયાદ નોંધાવી હતી. મામલતદાર કચેરી પાછળ આવેલ પુરવઠાના ગોડાઉન મામલતદાર મેહુલ ભરવાડ એ એકા એક તપાસ હાથ ધરતા ઘઉંનો બંધ જથ્થો ગણી જાેતા ૨૬૫૩૦ બોરીઓ હોવી જાેઈએ જેની જગ્યાએ ૧૩૪૦૩ બોરી મળી આવી હતી આમ ૧૩૧૨૭ ઘઉંની બોરી ની ઘટ હોવા સાથે ચોખાની ૧૨૯૮ બોરી ઘટ આવતા ૩કરોડ ૬૭લાખ ૭૨હજાર ૯૦૦ની છેતરપિંડી સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ફરિયાદમાં મામલતદાર એ ઉલ્લેખ કર્યો છે.શહેરા તાલુકામાં ૯૨ જેટલી પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાંથી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે રાહતના ભાવે ઘઉં,ચોખા,તેલ,અને મોરસનું વિતરણ કરવામાં આવે છે ભૂતકાળમાં પણ શહેરાની સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો જરૂરિયાતમંદ લોકોને મળતો ન હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને કેટલીક દુકાનો દ્વારા તો ગરીબો માટેના અનાજનો જથ્થો બારોબાર વગે થયા હોવાના બનાવો પણ બન્યા છે.શહેરા મામલતદાર મેહુલ ભરવાડ ને આધારભૂત સૂત્રો થકી જાણકારી મળી હતી કે કચેરીની પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો બારોબાર વગે થઈ રહ્યો છે આથી આ બાબતની ઝીણવટભરી નજર રાખી અભ્યાસ હાથ ધર્યો હતો અને શુક્રવારના રોજ તેમની સાથે જિલ્લા મામલતદાર પૂરવઠા દેવળ નાયબ મામલતદાર પૂરવઠા શહેરા સતીષ ને સાથે રાખી બંને અનાજના ગોડાઉનમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઘઉંનો બંધ જથ્થો ગણી જાેતા ૨૬૫૩૦ બોરીઓ હોવી જાેઈએ તેની જગ્યાએ ૧૩૪૦૩ બોરીઓ મળી આવી હતી આમ ૧૩૧૨૭ ઘઉંની બોરીઓ ની ઘટ જાેવા મળી હતી

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution