નવી દિલ્હી: રશિયાનું સ્ૈં-૮્ હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ગુમ થઈ ગયું છે. તે અકસ્માતનો ભોગ બન્યું હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જે સમયે હેલિકોપ્ટર ગુમ થયું તે સમયે તેમાં ક્રૂના ત્રણ સભ્યો સહિત કુલ ૨૨ લોકો સવાર હતા.
ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રશિયાની હવાઈ પરિવહન એજન્સીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર કામચટકા પ્રદેશમાં વાચકાઝેટ્સ જ્વાળામુખીની નજીકની સાઇટથી ૨૫ કિમી દૂર આવેલા નિકોલેવકા જવા માટે ઉડાન ભરી હતી.ૈંઇછએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે હેલિકોપ્ટર તળાવમાં ખાબક્યુ છે. તે મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગના પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું.ભારતીય સમય અનુસાર સવારે ૯.૩૦ વાગે હેલિકોપ્ટર બેઝ પર પરત ફરવાનું હતું પરંતુ પાછું ન આવ્યું. ક્રૂ મેમ્બરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ સંપર્ક થયો ન હતો. બચાવકર્મીઓએ ગુમ થયેલા હેલિકોપ્ટરની શોધખોળ શરૂ કરી દીધી છે.હેલિકોપ્ટરની શોધ માટે અન્ય એરલાઇનને મોકલવામાં આવી છે. જે વિસ્તારમાં હેલિકોપ્ટર ગુમ થયું હતું ત્યાં ઝરમર વરસાદ અને ધુમ્મસ છવાયેલું હતું.સ્ૈં-૮્ હેલિકોપ્ટરનો ઉપયોગ રશિયા સિવાય ઘણા દેશોમાં થાય છે. જાે કે ભૂતકાળમાં પણ તે અનેક અકસ્માતોનો ભોગ બન્યું છે.
આ મહિનાની શરૂઆતમાં, ૧૬ લોકોને લઈ જતું સ્ૈં-૮ હેલિકોપ્ટર રશિયાના પૂર્વ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બન્યું હતું.