દિલ્હી-
વૈશ્વિક કોરોના રોગચાળા અને વેપારમાં આવતા અવરોધોને કારણે અને નવી મૂડીરોકાણની તકો વધી હોવાને લીધે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતીય રોકાણકારોએ રેકોર્ડ૧.૪૨ કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યાં છે, જે ગયા નાણાકીય વર્ષની તુલનામાં ત્રણ ગણા વધુ છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦માં ૪૯ લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં. જ્યારે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષની સરેરાશ ૪૩ લાખ ડીમેટ એકાઉન્ટની છે, એમ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિ. અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિ.ના ડેટા દર્શાવે છે.
માર્ચ, ૨૦૨૧માં ૧૯ લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં, જે અત્યાર સુધીનો સૌથી વધુ મન્થ્લી વધારો છે, જે દર્શાવે છે રોકાણકારો પરંપરાગત સાધનો જેવાં કે ગોલ્ડ, રિયલ એસ્ટેટ અને બેન્ક ડિપોઝિટને બદલે તેમની બચત શેરોમાં રોકણ કરવાનું પસંદ કરી રહ્યા છે. રોકાણકારો શેર કે બોન્ડમાં તેમના મૂડીરોકાણની કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. ડીમેટમાં સિક્ટોરિટી ડિજિટલ ફોર્મેટમાં રહે છે. ગયા વર્ષે માર્ચમાં લોકડાઉનને પગલે શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો, જાેકે એ પછી નાણાકીય વર્ષ ૨૧માં શેરબજારોમાં આગઝરતી તેજી જાેવા મળી હતી અને સેન્સેક્સ ૬૮ ટકા વધ્યો હતો,જ્યારે મ્જીઈ ૫૦૦ ૭૭ ટકા વધ્યો હતો. સેબીના જણાવ્યાનુસાર લોકડાઉનના સમયમાં પ્રતિ મહિને પાંચ લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં, જેમાં આશરે ૬૫ ટકા નવા યુવા છે. જેથી કુલ ડીમેટ એકાઉન્ટનો આંકડો ૪.૫ કરોડે પહોંચ્યો છે.