વડોદરા : ખંડણી માગવાનો એક નવો પ્રકાર પોલીસની સામે આવ્યો છે. જેમાં વોટ્સએપ ઉપર ઓડિયો ક્લિપ મોકલી ટ્રાવેલ સંચાલક પાસે રૂા.રપ લાખની ખંડણી માગ્યા બાદ બીભત્સ ગાળો લખી અસંખ્ય મેસેજાે કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી, જેના પગલે પોલીસે તરત જ કાર્યવાહી કરી ખંડણીખોરને ઝડપી પાડયો હતો.
ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકને વોટ્સએપ પર ઓડિયો ક્લિપ મોકલી રૂા.રપ લાખની ખંડણી માગવામાં આવી હતી. ટ્રાવેલ્સ સંચાલકને ઓડિયો ક્લિપ મોકલનાર શખ્સે મેસેજ કરી બીભત્સ ગાળો લખેલા મેસેજ પણ કર્યા હતા. આ બનાવને પગલે ટ્રાવેલ્સ સંચાલકે સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આ મામલે ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ખંડણીખોરની ધરપકડ કરી છે.
શહેરના બાજવાડા વિસ્તારમાં બ્રિજેશભાઈ રમેશચંદ્ર સોની પત્નીઅને પુત્ર સાથે રહે છે. બ્રિજેશભાઈ છેલ્લા સાત વર્ષથી ટુરિઝમ અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત મોડી રાત્રે ર.૪૩ વાગ્યા દરમિયાન તેમના મોબાઈલ ફોન ઉપર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો જે ટુ કોલરની નોટિફિકેશનમાં દિલીપ સોની નામની વ્યક્તિ હોવાનું જણાયું હતું. જેથી તેઓએ ફોન રિસિવ કર્યો નહોતો. ત્યારે દિલીપ સોની નામની વ્યક્તિએ વોટ્સએપ પર ઓડિય ક્લિપ અને મેસેજ મોકલ્યા હતા. ઓડિયો ક્લિપમાં મેંને તેરે કો રપ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજ પર દિયે હૈ વો દે દે તેમ જણાવી બ્રિજેશભાઈ તેમજ પત્ની અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઓડિયો ક્લિપ મોકલનાર દિલીપ સોની આટલેથી જ અટકયો નહોતો, તેણે બ્રિજેશભાઈને બજારમાં રોડ વચ્ચે મારવાની અને પોલીસ કમિશનરને પણ કહી દે જે... તેવી ધમકીઓ આપી હતી.
બ્રિજેશભાઈને વોટ્સએપ ઉપર ઓડિયો ક્લિપ અને મેસેજ દ્વારા ખંડણી માગી ધમકી મળતાં પરિવારજનોમાં ડરનો માહોલ ફેલાયો હતો. જાે કે, ટ્રાવેલ્સ સંચાલક બ્રિજેશભાઈએ કોઈની પાસેથી રૂપિયા લીધા નહોતા તેમ છતાં ધમકી મળતાં સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સિટી પોલીસે ખંડણી અને ધાકધમકીની કલમો હેઠળ ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે ખંડણીખોર દિલીપ સોનીની ધરપકડ કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ તેમજ મેસેજ મોકલ્યા
શહેરના બાજવાળા વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ સોની ટુરીઝમ તથા ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત રાત્રે તેમના મોબાઈલ ફોન ઉપર ટ્રૂ કોલરમાં દિલીપ સોની નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે તેમણે રિસિવ કર્યો ન હતો. દરમિયાન અજાણી દિલીપ સોની નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ તેમજ મેસેજ મોકલ્યા હતા. ‘મેને તેરે કો ૨૫ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજ પર દિયે હૈ વો દે દે’ તેમ જણાવી ટ્રાવેલ્સ સંચાલક તેમજ તેમની પત્ની અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.