લોકડાઉનમાં નોકરી ગુમાવનાર ખાનગી શાળાના શિક્ષકે આપઘાત કર્યો

રાજકોટ-

રાજકોટ શહેરમાં લોકડાઉન દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવનાર વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આપઘાતનો પ્રયાસ કરનાર વિષ્ણુભાઈ જાેશીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવવાના કારણે વિષ્ણુભાઈ જાેશી સતત ટેન્શનમાં રહેતા હતા. નોકરી છૂટયા બાદ તેમને ઓછા પગારે ફોરેન્સિક લેબમાં ટાઈપીસ્ટની નોકરી મળી હતી પરંતુ પગાર ઓછો હોવાના કારણે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે બાબતે તેઓ સતત ચિંતામાં રહેતા હતા.

દિવસે અને દિવસે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ છે. ત્યારબાદ જે પ્રકારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું જેના કારણે અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર નોકરી ખોવાનો વારો આવ્યો હતો. ત્યારે રાજકોટ શહેરમાં ફોરેન્સિક લેબના ટાઇપીસ્ટે આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી રોડ પર આવેલી શિવ શક્તિ કોલોનીમાં રહેતા વિષ્ણુભાઈ જાેષી નામના ૫૫ વર્ષીય વ્યક્તિએ રાત્રીના બે વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીવાના કારણે વિષ્ણુ ભાઈને ઝેરી અસર થતાં તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિષ્ણુભાઈ જાેશી ખાનગી શાળામાં નોકરી કરતા હતા. પરંતુ લોકડાઉનના કારણે સ્કૂલો બંધ થતાં તેમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. બાદમાં તેમણે ઘરનું ગુજરાન ચલાવવા માટે એફ.એસ.એલ.ની લેબમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી સ્વીકારી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution