આવકવેરા રિફંડ મેળવવા માટે પ્રી-વેલિડેટેડ બેંક એકાઉન્ટ હોવું જરૂરી


નવીદિલ્હી,તા.૮

વેરિફિકેશન રિક્વેસ્ટનું સ્ટેટસ કરદાતાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવે છે. જાે વેરિફિકેશન રદ થઈ જાય છે, તો વિગતો નિષ્ક્રિય બેંક ખાતા હેઠળ પ્રદર્શિત થાય છે.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. જાે કે, અત્યાર સુધી પગાર વર્ગના કરદાતાઓ તેમના એમ્પ્લોયર દ્વારા ફોર્મ ૧૬ જારી કરવાની રાહ જાેઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે ફોર્મ ૧૬ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. તે પછી રિટર્ન ભરવાનું શરૂ કરી શકાશે. જાે તમે રિટર્ન ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો રિફંડ મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આવકવેરા રિફંડ મેળવવા માટે પ્રી-વેલિડેટેડ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. વધુમાં, વ્યક્તિગત કરદાતાઓ ઈ-વેરિફિકેશન હેતુ માટે ઈફઝ્ર (ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ)ને ચાલુ કરવા માટે પ્રી-વેલિડેટેડ બેંક એકાઉન્ટનો પણ ઉપયોગ કરી શકે છે. ઈ-વેરિફિકેશનનો ઉપયોગ ઈન્કમ ટેક્સ રિટર્ન અને અન્ય ફોર્મ ભરવા, ઈ-પ્રોસેસિંગ, રિફંડ રિ-ઈશ્યૂ કરવા, પાસવર્ડ રિસેટ કરવા અને ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં સુરક્ષિત લૉગિન માટે થઈ શકે છે.સફળ પ્રી-વેલિડેશન માટે, વ્યક્તિ પાસે ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ માન્ય ઁછદ્ગ અને ઁછદ્ગ સાથે જાેડાયેલ વર્તમાન બેંક ખાતું હોવું આવશ્યક છે.

વેરિફિકેશન રિક્વેસ્ટનું સ્ટેટસ કરદાતાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવે છે. જાે વેલિડેશન રદ થઈ જાય છે, તો વિગતો નિષ્ક્રિય બેંક ખાતા હેઠળ પ્રદર્શિત કરવામાં આવે છે. નિષ્ક્રિય બેંક પ્રી-વેલિડેશનના કિસ્સામાં નિષ્ક્રિય બેંક એકાઉન્ટના વેરિફિકેશન માટે ફરીથી સબમિટ કરી શકાય છે. નિષ્ક્રિય બેંક ખાતા વિભાગમાં બેંક માટે ફરીથી વેરિફિકેશન અને 'વેરિફિકેશન ચાલુ છે' સ્ટેટસ ધરાવતા એકાઉન્ટ પર ક્લિક કરો.વેલિડેશન પ્રક્રિયા સ્વચાલિત છે. એકવાર તમારી રિક્વેસ્ટ સબમિટ થઈ જાય, તે તમારી બેંકને મોકલવામાં આવે છે. વેરિફિકેશન સ્ટેટસ તમારા ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં ૧૦-૧૨ કામકાજના દિવસોમાં અપડેટ થઈ જાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution