દિલ્હી-
વર્ષ 2020માં આફ્રિકન-અમેરિકી વ્યક્તિ જ્યોર્જ ફ્લૉય્ડની હત્યાના કેસમાં અમેરિકાના ધોળા પૂર્વ પોલીસકર્મી ડેરેક શૉવિનને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 22 વર્ષ 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે. અમેરિકામા આ હત્યા કેસ બાદ અનેક વિરોધપ્રદર્શન થયા અને બ્લૅક લાઇવ્સ મૅટરનું આંદોલન ચાલ્યું હતું. જજે કહ્યું કે ડેરેકે તેમના પદના વિશ્વાસ અને સત્તાનો દુરુપયોગ કર્યો તથા જ્યોર્જ ફ્લૉઇડ સાથે ક્રૂર આચરણ કર્યું. અમેરિકામાં ગયા વર્ષે અશ્વેત નાગરિક જ્યોર્જ ફલોઈડની પોલીસ કસ્ટડીમાં હત્યા થઈ હતી.આ માટે જવાબદાર પૂર્વ પોલીસ કર્મી ડેરેક ચોવિનને કોર્ટે 22.5 વર્ષની જેનલી સજા ફટકારી છે. સુનાવણી દરમિયાન જજે કહ્યુ હતુ કે, ડેરેક ચોવિનની સજા તેને મળેલા અધિકારીના દુરપયોગ બદલ અને જ્યોર્જ ફ્લોઈડ સાથે તેણે આચરેલી ક્રુરતાના આધારે નક્કી કરવામાં આવી છે.