ચાંદોદમાં પોલીસ કોન્સ્ટેબલ ૩૫ હજારની લાંચ લેતા રંગ હાથ ઝડપાયો

ચાંદોદ,તા.૮

ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસના કોન્સ્ટેબલ ૩૫૦૦૦ હજારની લાંચ લેતા એ.સી.બી ના હાથે રંગે હાથે ઝડપાયા હતો.ડભોઇમાં ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વકરવા લાગ્યો છે. ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ મથકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મોતીભાઈ વજાભાઈ રબારીની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી.

જાણવા મળ્યાં મુજબ, ચાંદોદ પોલીસ મથકે ફરજ બજાવતા હતાં જેમની ફરજ તેનતળાવ બીટ ખાતે હતી જેમાં એક ઇસમ ૨૨ નવેમ્બર,૨૦૨૩ના રોજ કરણેટ વસાહત -૧માંથી બે વિદેશી શરાબના બે નંગ કવાટરીયા લઈને પોર જતાં હતાં ફરિયાદીને તેનતળાવ કેનાલ પાસે કોન્સ્ટેબલ હરેશભાઈએ બે કવાટરીયા સાથે પકડેલ હતા. ફરિયાદી અને પિતરાઈ ભાઈ પર દારૂનો કેસ કરેલ હતો. જેમાં ફરિયાદી ને જામીન મળી ગયેલા ત્યાર પછી ફરિયાદીના પિતરાઈ ભાઈને હાજર કરવાના અને માર નહીં મારવા તથા હેરાન નહીં કરવાના ૪૦,૦૦૦ની માગણી કરી હતી, જેમાં રકઝકને અંતે ૩૫,૦૦૦માં નક્કી કર્યું હતું. જાેકે, ફરિયાદી લાંચ આપવા માગતાં ના હોય પોતાની ફરિયાદ છોટાઉદેપુર એસીબીને આપેલ, જેમાં આજરોજ લાંચના છટકાનું આયોજન કરી એસીબીએ પંચને સાથે રાખી આજે લાંચની રકમ ૩૫,૦૦૦ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા હતા. આ લાંચ કેસમાં કે.એન.રાઠવા પીઆઈ છોટાઉદેપુર એસીબી અને સુપરવિઝન બી.એમ. પટેલ ઈન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમે આખો ખેલ પાડી દીધો છે. કહે છે કે ચાંદોદ પોલીસ મથકમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને ખોટી હેરાનગતિની ચર્ચા આખાય પંથકમાં ઉઠવા પામી છે. થોડાક દિવસ પૂર્વે ડભોઇ સેવા સદનમાં એસીબી ટ્રેપ નિષ્ફળ નિવડેલ હતો, પરંતુ આજ રોજ તેમાં સફળતા મળી હતી. ડભોઇ પંથકમાં ભ્રષ્ટાચારની બોલબાલા દિવસેને દિવસે વધવા પામી છે. દારૂ, જુગારના કેસમાં લાંચ આપી છુટી જવાને કારણે કોઈને ડર રહ્યો નથી, જેને લઇને જાગૃત નાગરિક દ્વારા એસીબીને જાણ કરી લાંચ લેતાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution