મેગેઝીનમાં તેને દુનિયાનો શ્રેષ્ઠ બીચ પણ કહેવામાં આવે છે. અહીં પહોંચતા જ યૂરોપ જેવી ફીલિંગ આવવા લાગે છે. આવો આપને જણાવીએ રાધાનગર બીચ વિશે, તેનાથી તમે જાતે જ સમજી જશો કે અહીં હનીમૂન માટે જઈ શકાય કે નહીં. હનીમૂન માટે સ્વર્ગ સમાન છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે.
જો તમે અંડમાન નિકોબાર જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો રાધાનગર બીચ પર જરૂર જાવ. તે અંડમાન નિકોબાર દ્વીપસમૂહના હૅવલૉક આઈલૅન્ડ પર સ્થિત છે.
આપને જણાવી દઈએ કે ત્યાં તેને લોકલ ભાષામાં બીચ નંબર 7 કહેવાય છે. આ બીચની ખાસિયત એ છે ત્યાંનો સનસેટ, સફેદ રેતી અને ફિરોઝી વાદળી રંગનું પાણી. અહીં આવનારા ટૂરિસ્ટ અને કપલ માટે સ્નોર્કલિંગ, ફિસિંગ ગેમ, સ્વીમિંગ અને સ્કૂબા ડાઈવિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. રાધાનગર બીચ ઘણો સસ્તો પણ છે. અહીં 10 હજાર રૂપિયામાં તમને ઘણી સુવિધાઓ મળશે. અહીંની જનસંખ્યા ખૂબ જ ઓછી છે. અને હૅવલૉક જેવા દ્વીપ છે.
આ બીચ ની પ્રયટક વિભાગ રીતે યોગ્ય કાળજી રાખવાના કારણે અહીં ફરવાનો ખૂબ આનંદ આવે છે. અહીં ચાર પાંચ કિલોમીટર સુધી તમે બીચ પર ટહેલવાની પણ મજા માણી શકો છો. કપલ અહીં સાંજના સમયે એક બીજાની સાથે સમય વીતાવવા અને બૉન્ડિંગને મજબૂત બનાવવા માટે જઈ શકે છે. આ એક બેસ્ટ પિકનિક સ્પૉટ છે.