ફટકડીનો એક ટુકડો તમને બચાવી શકે છે કોરોના વાયરસથી

કોરોના વાયરસને લઈને બચવાના જાત જાતના ઉપાયો સમે આવી રહ્યાં છે. પરંતુ અફસોસની વાત એ છે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાં તો મોંઘી હોય છે અથવા તો તેને દરેક જગ્યાએ લઈ જવી શક્ય હોતી નથી. આવામાં તમને જો હાથ ધોવા માટે કશું મળી શકે તેમ ન હોય તો ફટકડી તમારા ખુબ કામ આવી શકે છે. સાંભળવામાં થોડું અટપટુ લાગે પણ આ દેસી નુસ્ખાથી તમે સરળતાથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરી શકો છો.

 જો ઘરમાં કે બહાર સાબુ કે સેનેટાઈઝર ઉપલબ્ધ ન હોય તો એક ફટકડીનો ટુકડો પણ કામ લાગી શકે છે. ફટકડીમાં એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે. જે પાણીને એકદમ ચોખ્ખુ કરી દે છે. જો પાણીમાં એક ટુકડો ફટકડી નાખીને તેનાથી હાથ ધુઓ તો બીમારીઓથી બચી શકો છો. બધુ મળીને હાથ ધોવા માટે ફટકડી ફેરવેલું પાણી સાદા પાણી કરતા વધુ પ્રભાવી હોય છે.

આપણા વડીલો પણ ફટકડીના ગુણોને જાણતા હતાં અને સ્વીકાર્યા હતાં. પાણી સ્વચ્છ કરવું હોય કે પછી ત્વચામાં કોઈ ઈજા થઈ હોય તો લોહીને વહેતું રોકવું હોય. આ બધામાં ફટકડીનો ઉપયોગ થતો રહ્યો છે. પરંતુ હજુ સુધી સાયન્ટિફિકલી ફટકડીથી વાયરસ કે બેક્ટેરિયાના મરવા પર કોઈ સંશોધન થયું નથી. આથી ડોક્ટરો લોકોને તેના ઉપયોગને લઈને વધુ જણાવી શકતા નથી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution