દિલ્હી-
કોરોનાના સંક્રમણને અટકાવવાના નામે દિલ્હી સહિત આખા દેશની પોલીસ લોકોને દડં ફટકારવામાં લાગી પડી છે. આ સિલિસિલામાં કારમાં એકલા બેસીને તેને ચલાવી રહેલા લોકોને પણ દડં થઈ રહ્યો છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એકલા બેસીને કાર ચલાવી રહેલા લોકોને માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. આ જ રીતે જાે એકલા સાઈકલ ચલાવી રહ્યા હોય તો તે વ્યકિત માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી.
એકલા સાઈકલ અથવા કારચલાવી રહેલા લોકોના માસ્ક નહીં પહેરવાના કારણે ચલણ કપાઈ રહ્યાનો સવાલ પૂછતાં તેનો જવાબ આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે જે દિશા–નિર્દેશ જારી કર્યા છે તેમાં જો તમે એકલા કોઈ કોઈમાં બેસીને કાર ચલાવી રહ્યા છો તો માસ્ક પહેરવું જ તેવો કોઈ નિયમ નથી. અત્યારે પોલીસ કોઈ પણ જાતના નિયમ વગર પોતાની રીતે ચલણ ફાડી રહી છે. આ જ રીતે રાજેશ ભૂષણે એ પણ સ્પષ્ટ્ર કરી દીધું કે એકલા સાઈકલ ચલાવી રહેલા વ્યકિતનું પણ માસ્ક નહીં પહેરવાને કારણે ચલણ કાપી શકાતું નથી. તેમણે કહ્યું કે પાછલા થોડા દિવસોમાં લોકોએ જાગૃતતા વધારી છે. લોકો બે–બે, ત્રણ–ત્રણના ગ્રુપમાં સાઈકલિંગ કરે છે, જાેગિંગ કરે છે. અહીં માસ્ક પહેરવું જાેઈએ કેમ કે ત્યાં સામાજિક અંતરનું પાલન કરવું અને એકબીજાના સંક્રમણથી બચવું જરૂરી છે પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ્ર કરી દીધું કે તમે એકલા સાઈકલ ચલાવી રહ્યા છે તો માસ્ક પહેરવા સંબંધી કોઈ દિશા–નિર્દેશ સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કર્યા નથી