દિલ્હી-
લાલ કિલ્લાના પ્રાંગણમાં ઘૂસીને તોડફોડ કરવાની સાથે હિંસા ફેલાવવાનો અને કિલ્લાના શિખર પર ધ્વજ ફરકાવવાનો જેના માથે આરોપ છે અને જેને પકડવા માટે પોલીસે તેની માહિતી આપનારને રૂપિયા 1 લાખનું ઈનામ જાહેર કર્યું હતું એવા પંજાબી કલાકાર દીપ સિધ્ધુને આખરે દિલ્હી પોલીસે ઝડપી પાડ્યો છે.
પ્રજાસત્તાકદિને દિલ્હીમાં થયેલી હિંસાના સમયથી જ દીપ સિધ્ધુ ફરાર હતો. મંગળવારે સવારે સિધ્ધુને દિલ્હીની ખાસ સેલ દ્વારા પકડી લેવાયો હતો. સિધ્ધુને આજે કોર્ટમાં પેશ કરવામાં આવશે અને પછી તેના પર કાનૂની કામ ચલાવવામાં આવશે. સિધ્ધુએ 26મીથી જપોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાંખ્યો હતો. તેનો આઈપી પ્રોફાઈલ બતાવતો હતો કે, તે ભારતની બહાર હોય. છતાં તે સતત વિડિયો અને ફોટો અપલોડ કરી રહ્યો હતો. જો કે, આખરે તેને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.