આજે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ, બેન્કિંગ સહિત અનેક જરૂરી સેવાઓ પર પડશે અસર

દિલ્હી-

કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ Central trade unions આજે એક દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ હડતાળમાં અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA) અને બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) સામેલ હશે. આ હડતાળમાં ભારતીય મજૂર સંઘને બાદ કરતા 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન ભાગ લઈ રહ્યા છે. આ હડતાળમાં નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ(AITUC), હિન્દ મજૂર સભા(HMS), સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ(CITU), ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC), ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર અને સેલ્ફ એમ્પલોયડ વુમેન્સ એસોસિએશન સામેલ છે.

શું છે કર્મચારીઓની માગણી..

- તમામ નોન ઈન્કમ ટેક્સ ચૂકવનારા પરિવારોને 7500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવે.

- તમામ જરૂરિયાતવાળા લોકોને 10 કિલો રાશન પ્રતિ વ્યક્તિ દર મહિને આપવામાં આવે.

- યુનિયનની માગણી છે કે MGNREGAનો વિસ્તાર કરવામાં આવે.

- ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વધેલા વેતન સાથે વર્ષમાં 200 દિવસ કામ આપવામાં આવે અને તેને શહેરો સુધી વધારવામાં આવે.

- ખેડૂતો અને વર્કર્સ વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદા અને નિયમોને પાછા ખેંચવામાં આવે.

- સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરવામાં આવે.

- સરકારી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ કંપનીઓ જેમ કે રેલવે, પોર્ટ, ફેક્ટરીઓને કોર્પોરેટના હાથમાં જતા રોકવા.

- સરકારી કર્મચારીઓના પ્રી મેચ્યોર રિટાયરમેન્ટના સર્ક્યુલર પાછા ખેંચવામાં આવે.

- National Pension System ને ખતમ કરીને તમામ માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution