વડોદરા : શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ન્યાયમંદિરમાંથી કોર્ટના સ્થળાંતર બાદ અઢી વર્ષ ઉપરાંત સમયથી બંધ પડેલી આ ઈમારત અન્ય કેટલીક ઐતિહાસિક ઈમારતોની જેમ ખંડેર ન બની જાય તે માટે ન્યાયમંદિરને સિટી મ્યુઝિયમ બનાવવાની માગ સાથે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલ સહીઝુંબેશ અભિયાનમાં અનેક લોકો જાેડાયા છે. આજે હરણી રોડ, સંગમ ચાર રસ્તા વિસ્તારમાં સહીઝુંબેશ કરવામાં આવી હતી.
ન્યાયમંદિરને સિટી મ્યુઝિયમ બનાવવાની માગ સાથે નવચેતના ફોરમ સંસ્થા દ્વારા સહીઝુંબેશ અભિયાન શરૂ કરાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા આ અભિયાનમાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન સહિત વિવિધ સંગઠનો જાેડાયા હતા અને મંગળબજાર, ચાર દરવાજા વિસ્તાર સહિતના સ્થળોએ સહીઝુંબેશ બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સહીઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સંગમ ચાર રસ્તા, હરણી રોડ વગેરે વિસ્તારોમાં નવચેતના ફોરમના નીરવ ભટ્ટ, રૂચિર ભાવસાર, ચિરાગ શાહ તેમજ ૮૩ વર્ષીય ધારાશાસ્ત્રી અરવિંદભાઈ પરીખે કાર્યક્રમ યોજીને દુકાને-દુકાને ફરીને સહીઓ કરાવી હતી. આ સહીઝુંબેશને આર્કિટેક્ટ એસોસિયેશન સહિત વિવિધ સંગઠનોએ જાહેર કર્યો છે. યાયમંદિરમાંથી કોર્ટના સ્થળાંતર બાદ આ ઐતિહાસિક ઈમારત ખાલી પડી છે. અગાઉ સ્માર્ટ સિટી અંતર્ગત ન્યાયમંદિરને સિટી મ્યુઝિયમ બનાવવા માટે જાહેરાત કરાઈ હતી, પરંતુ હજુ તે માત્ર જાહેરાત જ રહી ગઈ છે.