કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ થઇઃપાંચ દર્દીના મોતઃ૧૫ કેસ નોંધાયા

કોચ્ચી:કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ કરવામાં આવી છે. કેરળ સરકારે તેને અમીબિક મેનિન્ગોએન્સફાલીટીસ નામ આપ્યું છે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ૭ ઓગસ્ટની મોડી રાત્રે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વાયરસના કુલ ૧૫ કેસ નોંધાયા છે. જેના કારણે ૫ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ, પુણેમાં પણ બે મહિનામાં ઝિકા વાયરસના વધુ સાત નવા કેસ નોંધાયા છે. જેમાં ૬ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે.

કેરળમાં ૨૦૧૬માં એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨માં એક-એક કેસ જાેવા મળ્યો હતો. આ તમામ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ રોગમાં દર્દીને તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને માનસિક આંચકા આવે છે.કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે નવા વાયરસને લઈને મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે, જે કેસ પર નજર રાખી રહ્યું છે. જાે કે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા બનાવવામાં આવી નથી. પરંતુ કેન્દ્ર સરકારે વાયરસની સારવાર માટે દવાઓ સપ્લાય કરી છે. તેમજ જર્મનીથી દવાઓ ખરીદવામાં આવી રહી છે. આ વાયરસના સૌથી વધુ ૭ કેસ તિરુવનંતપુરમમાં નોંધાયા છે.આ વાયરસને ‘પ્રાઈમરી એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ’ એટલે કે ઁછસ્ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાયરસ ગંદા પાણીમાં જાેવા મળતા પ્રી-લિવિંગ અમીબાના કારણે થાય છે. તે નાકની પાતળી ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. અમેરિકાના સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ અનુસાર, આ વાયરસને બ્રેઈન ઈટિંગ અમીબા પણ કહેવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution