શહેરમાં પોલીસની બદલીને લઈને નવી પોલિસી બનાવવામાં આવી

અમદાવાદ, શહેરમાં પોલીસની બદલીને લઈને પોલીસ કમિશનર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે. જેમાં અનેક સુધારા વધારા કરવામાં આવ્યા છે. અગાઉ જે રીતે બદલી થતી તેમાં સુધારા કરી ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીધી ભરતી સાથે હાજર થયેલા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફિલ્ડમાં જ નોકરી કરવાની રહેશે. પરેડ તથા ફિલ્ડ વર્ક કરવાનું રહેશે અને ટેબલની કામગીરી મળશે નહિ. આ ઉપરાંત પસંદગીના વિકલ્પ માટે પણ ખાસ જાેગવાઇ કરવામાં આવી છે. પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ જ શાખા જેવી કે ક્રાઇમ બ્રાન્ચ,  સાયબર ક્રાઇમ બ્રાન્ચ, ર્જીંય્માં નિમણૂંક મળશે નહિ. પોલીસ સ્ટેશનમાં ફિલ્ડની જ કામગીરી કરવાની રહેશે.પાંચ વર્ષ પુરા કર્યા બાદ કોઇ શાખામાં બદલી માટે હકદાર બની શકાશે.સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂંક પામેલા કર્મચારીની ડીસીપીની ઇચ્છા હોય તો તેમની પાંચને બદલે છ વર્ષે બદલી કરાશે.હથિયારધારી પોલીસ કર્મચારીઓને પણ પાચં વર્ષ તો ગાર્ડ ડ્યુટી, કેદી જાપ્તા. બંદોબસ્ત જેવી ફરજ બજાવવાની રહેશે. ત્યાં સુધી કોપ્યુટર ઓપરેટર, સહાયક કે રનર અથવા અધિકારીના રાયટર તરીકેની કામગીરી મળશે નહિ.પસંદગી માટે કર્મચારી છ પોલીસ સ્ટેશન-શાખાની પસંદગી કરી શકશે. જેમાં ચાર-પાંચ પોલીસ સ્ટેશન તથા ૧-૨ શાખાનો સમાવેશ થઇ શકશે.પસંદગી કરેલા પોલીસ મથકમાં મહેકમ તથા જગ્યાને ધ્યાને લઇને બદલી કરાશે.જે પોલીસકર્મીને નિવૃત્ત થવામાં એક વર્ષનો જ સમય બાકી હોય તેમને આ બદલીમાંથી તેમની મરજીથી મુક્તી મળી શકશે.બદલી પાત્ર પોલીસ કર્મચારી, પતિ-પત્ની બદલી પાત્ર હોય અને તેઓ એકજ પોલીસ મથકમાં બદલીની માંગણી કરે તો તે ગ્રાહ રાખી શકાય.બહારના જિલ્લામાંથી બદલી થઇને આવેલા કર્મચારીને પહેલા પાંચ વર્ષ કોઇ શાખામાં સ્થાન મળશે નહિ. પોલીસ મથકમાં જ ફરજ બજાવવાની રહેશે.જે કર્મચારીએ અગાઉ જેતે શાખામાં બે વર્ષ કામગીરી કરી હોય તેમણે જેતે શાખા માટે ભલામણ મોકલવી નહિ.જેમની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી હોય તેમને સાત દિવસમાં જ જેસીપી ટ્રાફિક દ્વારા જેતે પોલીસ સ્ટેશન શાખામાં પોસ્ટિંગ આપવાનું રહેશે.મેડિકલ ગ્રાઉન્ડને આધારે બદલી માટે કર્મચારીએ ગંભીર બીમારી અંગેના તબીબી રિપોર્ટ ડીસીપી સમક્ષ રજુ કરવાના રહેશે.જે પોલીસ કર્મચારીઓના બાળકો એસએસસી કે એચએસસીમાં અભ્યા કરતા હોય તેઓ ડીસીપી સમક્ષ શાળાના પ્રમાણ પત્રની વિગતો રજૂ કરી એક વર્ષ માટે બદલીમાંથી મુક્તી મેળવી શકશે.ડીસીપી કે તેમની ઉપરના અધિકારીને કોઇ ચોક્કસ કારણો સર કોઇ કર્મચારીને કોઇ શાખા કે પોલીસ સ્ટેશનમાં જરૂર જણાય તો તેમની ભલામણ કમિશર કચેરી કરવાની રહેશે.પોલીસ કર્મચારીના ગેર વર્તણુંક કે ગેર સિસ્તના કિસ્સામાં પોલીસ કમિશનર સીધો ર્નિણય લેશે.બદલીની ગાઇડલાઇન વગર કમિશનર કોઇ પણ કર્મચારીની જાહેર હિતમાં કોઇ પણ કારણ જણાવ્યા વગર બદલી કરવાની સત્તા ધરાવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution