ભારતીય પ્રદેશોને પોતાના હોવાનું દર્શાવતી રૂા.૧૦૦ની નવી ચલણી નોટ નેપાળ દ્વારા રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી

ભારત સાથે સતત ઘર્ષણમાં ઉતરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેતા ચીનના ઈશારે નેપાળે તાજેતરમાં ૧૦૦ રૂપિયાની નવી ચલણી નોટ છાપવાની જાહેરાત કરી હતી જેમાં એક નકશો દર્શાવવામાં આવ્યો હતો જેમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીના ભારતીય પ્રદેશોનો સમાવેશ થાય છે, આ પગલાનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.ભારતના હિસ્સાને પોતાનો ભાગ ખપાવી દેવાના નેપાળના આ કૃત્યને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ મનાઈ રહ્યો છે અને આ સળગતો મુદ્દો આગામી દિવસોમાં વધુ ગંભીર રૂપ લેશે એમ મનાઈ રહ્યું છે.નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી પરિષદે વિવાદાસ્પદ પ્રદેશોને નેપાળના નવા નકશામાં સામેલ કરવાનો ર્નિણય લીધો હતો, સરકારના પ્રવક્તા રેખા શર્માએ શુક્રવારે એક બ્રીફિંગ દરમિયાન મીડિયાને માહિતી આપી હતી.રેખા શર્મા, જણાવ્યું હતું કે નેપાળ રાષ્ટ્ર બેંક તરફથી ૧૦૦ રૂપિયાની નોટ પર નકશા અપડેટ કરવાના પ્રસ્તાવને પગલે આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ૨૫ એપ્રિલ અને ૨ મેના રોજ યોજાયેલી મીટિંગ દરમિયાન અપડેટ કરાયેલા નકશા સાથે ફરીથી ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી હતી.શર્માએ એક સમાચાર સંસ્થા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, “સરકારે નેપાળ રાષ્ટ્ર બેંકને વર્તમાન નકશાને ચલણી નોટ પર અપડેટેડ વર્ઝન સાથે બદલવા માટે અધિકૃત કરી છે.” ભારતના નવેમ્બર ૨૦૧૯ના નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.એ અગાઉ ૧૮ જૂન, ૨૦૨૦ ના રોજ, નેપાળે તેના બંધારણમાં સુધારો કરીને ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારોનો સમાવેશ કરીને દેશના રાજકીય નકશાને અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution