રાજપીપળા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા જતી વિવિધ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતની નવી સુંદર તસ્વીર દેખાઈ રહી છે.ભારતીય રેલ્વેના ઇતિહાસમાં આ પહેલી ઘટના હશે કે એક સાથે દેશના વિવિધ પ્રદેશો માંથી ૮ ટ્રેનોને એક સ્થળ માટે લીલી ઝંડી અપાઈ હોય.સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે કેવડિયા દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની મિસાલ પેદા કરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે રેલ્વે દ્વારા જાેડાવાનું આયોજન ભારતને એક કરશે, ભારતીય રેલ્વેના વિઝન અને સરદાર પટેલના મિશનને સાકાર પણ કરશે.આજથી કેવડિયાના વિકાસનો એક નવો અધ્યાય શરૂ થયો છે.હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા આવતા લોકોને રેલ્વેનો લાભ તો મળશે જ પણ સાથે સાથે સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે અને જીવન ધોરણ બદલાશે.કેવડીયાની આસપાસનું ક્ષેત્ર આધ્યાત્મિક ઉર્જા ઉતપન્ન કરે છે, કેવડિયા જેવો અંતરિયાળ વિસ્તાર વિશ્વમાં મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ૫૦ લાખ લોકો આવી રહ્યા છે, કોરોના મહામારી બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા કનેક્ટિવિટી વધી રહી છે તેમ તેમ એસઓયુ પર રોજના હવે ૧ લાખ લોકો આવશે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી સાથે ઇકોનોમી અને ઇકોલોજીનો એક સાથે વિકાસ થાય કેવડિયા એનું ઉત્તમ ઉદાહરણ છે.હવે કેવડિયા વિસ્તારનો કાયાપલટ થઈ રહ્યો છે.કેવડિયા હવે કમ્પ્લીટ ફેમિલી પેકેજના રૂપમાં સેવાઓ આપી રહ્યુ છે.કેવડીયામાં વધતા પર્યટનને લીધે સ્થાનિકોને રોજગારી તકો ઉજળી બની છે.કેવડિયા રેલ્વે સ્ટેશન પર સુવિધાની સાથે ટુરિઝનને પણ ધ્યાનમાં રખાયું છે.પેહલા રેલ્વેના કામો ફક્ત કાગળ પર થતા હતા, હવે ૧૧૦૦ કિમિ નવી રેલ્વે લાઈનો બનાવાઈ છે, હવે એવા વિસ્તારોને રેલ્વે સાથે જાેડાશે જે પેહલા જાેડાયા ન્હોતા.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજનો આ ઐતિહાસિક દિવસ વડાપ્રધાન મોદીને આભારી છે.સરદાર વલ્લભભાઈ પટેલ દેશની એકતા, અખંડિતતા અને એકીકરણ માટે કામ કર્યુ છે. વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર પટેલને સાચી અંજલિ આપી છે અને કેવડિયાને વિશ્વના નકશા પર અંકિત કર્યું છે.આજે આખું ભારત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જાેડાતા એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર સાકાર થયું છે.હવે ભારતના અલગ અલગ પ્રદેશો માંથી લોકો આવશે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના ભાવ સાથે પાછા જશે.”સી” પ્લેનથી એર કનેક્ટિવિટી, ફોર ટ્રેકથી રસ્તાની કનેક્ટિવિટી અને હવે રેલ્વેથી રેલ કનેક્ટિવિટી સાથે કેવડીયાને જાેડાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે.સ્થાનિકોને રોજગાર મળશે અને આદિવાસીઓનું જીવન ધોરણ બદલાશે.રાજપીપળા કેવડિયા રેલ્વે લાઈન શરૂ કરવા અમે રેલ્વે વિભાગનું ધ્યાન દોરીશુ અને પ્રયત્ન કરીશું.કેવડિયાના વિકાશે સ્થાનિકોનો વિકાસ નિશ્ચિત કર્યો છે.એક અકલ્પનિય સપનું કેવી રીતે સાકાર થાય સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું ઉત્તમ ઉદાહરણ છે.કેવડીયાએ પર્યટન અને વિશ્વ કક્ષાના આર્કિટેક્ચરમાં વિશ્વમાં એક મિસાલ બનાવી છે.
કેવડિયા રેલવે સ્ટેશન ઉપર ૧૧ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલીસ બેન્ડ તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
અમદાવાદ તથા વડોદરાથી સ્પેશ્યલ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું જેમાં સામાજિક આગેવાનો, સરદાર સાહેબના પરિવારજનો, પદ્મશ્રી /પદ્મભૂષણ / પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાઓ, કલા- સાહિત્યજગતના અગ્રણીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો - યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર્સ સહિત અગ્રગણ્ય વ્યક્તિઓએ આ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો.કેવડિયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના આગમન સમયે અને તે પહેલાં ૧૧ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલિસ બેન્ડ દ્વારા સ્વાગત તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.