પતિ અને પત્ની વચ્ચે ઝગડો થતા ભત્રીજાએ કાકાની કરી હત્યા 

કચ્છ-

જિલ્લાના રાપર ગામમાં રહેતા 33 વર્ષિય મીરા બહેનના પ્રવિણ સાથે દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને સંતાનમાં બે પુત્ર- એક પુત્રી છે. છેલ્લાં 8 માસથી તે પતિ સાથે કિડીયાનગર ગામે લંબરીયા વાડી વિસ્તારમાં રામાભાઈ રાણાભાઈ બાયડની વાડીમાં કામ કરે છે અને ત્યાર જ ઝુંપડું બનાવી રહે છે. મીરા રોટલા ઘડી રહી હતી ત્યારે તેનો પતિ પ્રવિણ ઘરે આવીને મીરાને તેનો મોબાઈલ ફોન ચાર્જીગમાં મૂકવા કહ્યું હતું. પત્નીએ રોટલા ઘડી લીધા બાદ ફોન ચાર્જીગમાં મૂકીશ તેમ કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. રોષે ભરાયેલા પ્રવિણે પત્નીને માર મારવાનું શરૂ કરી ધારીયાનો છૂટો ઘા કર્યો હતો. પ્રવિણનો ગુસ્સો જોઈ ગભરાઈ ગયેલી મીરા તેના સંતાનોને લઈને વાડીની બાજુમાં રહેતા જમણીબેન બાયડના ઘર તરફ દોડવા માંડી હતી. પ્રવિણે પણ પત્નીને માર મારવા તેની પાછળ દોટ મૂકી હતી. આ સમયે વાડીની બાજુમાં રહેતો કુટુંબી ભત્રીજો નરશી ઊર્ફે હચુ કોલી ત્યાં ધોકો લઈને દોડી આવ્યો હતો. હસુએ પ્રવિણને ‘તું કેમ તારી પત્નીને મારે છે?’ કહેતા પ્રવિણ તેને જેમ-તેમ બોલવા માંડ્યો હતો. જેથી હચુએ ઉશ્કેરાઈને પ્રવિણના માથામાં ધોકાના બે-ત્રણ ફટકા મારી દીધા હતા. ધોકો વાગતાં જ પ્રવિણના માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું અને ત્યા ઢળી પડ્યો હતો. ઘટના અંગે મીરાએ તેના ભાઈ અને બનેવીને જાણ કરી સ્થળ પર બોલાવ્યાં હતા. રાત્રે જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને પ્રવિણની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બનાવ અંગે પી એસ આઈ વાય કે ગોહિલે તપાસ હાથ ધરી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution