મોબાઈલ ન મળવાના કારણે માત્ર ચાર વર્ષનો દીકરો પિતાને એવું કહે છે કે,'મને વેબસીલીજ જાેવા દો નકર હું મલી જઈશ..!’ મોબાઈલ આપવાની ના પાડતા દીકરી પોતાનાં ગળા પર ચાકુ રાખે માબાપને મોતની ધમકી આપે છે..! વેબ સીરીઝના ગમતા પાત્રને નુકસાન થતા આઠ વર્ષનો દીકરો ઘરમાં તોડફોડ કરીને ચીસો પાડે છે..! આવા તો અનેકાનેક બનાવો બનવા લાગ્યા છે. મનોચિકિત્સકોનું સર્વેક્ષણ કહે છે કે, વિદ્યાર્થીને શિક્ષણના ઉપયોગ માટે આપવામાં આવતો મોબાઈલ બાળમાનસને એટલી હદે ગ્રસિત કરી શકે છે કે તે નાની ઉંમરમાં એંક્ઝાઈટી અથવા મનોરોગના ભોગ પણ બની શકે છે.
આજકાલ લોકો પોતાની સુવિધા માટે તથા કંઈક નાવિન્યસભર માહિતી કે મનોરંજન માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં થયાં છે. ય્ર્ર્ખ્તઙ્મી એ આપણો સેટેલાઈટ ગુરુ બનતું જાય છે. માત્ર આંગળીના સ્પર્શથી દુનિયાભરની માહિતીઓ આપણે ઘર બેઠા એકદમ સરળતાથી મેળવી શકીએ છીએ એ તેની હકારાત્મક બાજુ દર્શાવે છે. પરંતુ જ્યારે વિજ્ઞાનનો નિષેધાત્મક ઉપયોગ થાય ત્યારે તેની અસરો ઘાતક હોય છે. મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવાથી લોકોમાં શારીરિક ઉપરાંત સામાજિક,આર્થિક, માનસિક, અને વ્યવહારિક પરિવર્તનો પણ થઈ રહ્યા છે. આ બધી બાબતોની સૌથી વધારે નકારાત્મક અસર જાે કોઈને થઈ હોય તો એ બાળકો છે.
મોબાઈલ કે ઇન્ટરનેટનો એક હદ કરતાં વધારે ઉપયોગ કરવાથી સંતાનોના ભણતર તેમજ તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ ગંભીર વિપરીત અસરો પડેલી આપણે જાેઈ શકીએ છીએ. કોવિડની અનિવાર્ય પરિસ્થિતિમાં આપણે શિક્ષણ માટે ઓનલાઇન એજ્યુકેશનનું માધ્યમ સ્વીકાર્યું એ નિર્વિકલ્પ ઉપાય હતો. પરંતુ ત્યારથી એમ કહી શકાય કે શિક્ષણના દરેક ક્ષેત્રમાં ઓનલાઇન એજ્યુકેશનની શરૂઆત થઈ.
ર્ં્્ ના ઉપયોગથી ફિલ્મો,વેબ સીરીઝ, તેમજ બાલ્યાવસ્થા દરમિયાન ન જાેવાલાયક ઘણી માહિતીઓ બાળકો જાેતા થઈ ગયા છે. જેની આડઅસરોના લીધે બાળકોનું માનસ અતિશય ઉશ્કેરાટભર્યુ તેમજ ગુસ્સાવાળુ થતું જાય છે. સામાન્ય આવકમાં ઘર ચલાવતા મધ્યમ વર્ગનો પરિવાર બાળકોની આ મનોદશાને પહોંચી વળવા મહિના દિવસના ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયાનું ઇન્ટરનેટ રિચાર્જ કરાવતા થયા છે. છતાં પણ સૌથી વધારે તો આશ્ચર્યની વાત એ છે કે મા-બાપ પોતાના સંતાનને વ્યક્તિગત મોબાઈલની સુવિધા પુરી પાડવાનો આત્મસંતોષ દર્શાવતા હોય છે!
આપણે બધા આધુનિકતાનો આંચળો ઓઢી અને બાળકોની સામે ફોન , ફેશન, અને ફિલ્મોનો દેખાડો કરતા મોડર્ન કલ્ચરને અપનાવતા થયા છીએ. પરંતુ આપણે એ ભૂલી રહ્યા છીએ કે સમયનું પરિવર્તન થઈ શકે પણ સંસ્કારોનું પરિવર્તન ન થવું જાેઈએ! આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી ભારતીયતાને ગુમાવી રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી. દાદી- નાનીની વાર્તાઓ હતી, સંબંધોના તાણાવાણા હતા, આપણે જીવનની સમસ્યાઓ સમૂહમાં બેસીને ઉકેલતા હતા. પરંતુ બદલાતા જતા સમયની સાથે આપણે આપણી સંસ્કૃતિની સાથે સંસ્કારોને પણ પરિવર્તિત કરી દીધા! આજનું બાળક પોતાની ॅિૈદૃટ્ઠષ્ઠઅ ઝંખવા લાગ્યો છે. પોતાના મનના સવાલોના ઉકેલ મીડિયા ઉપર શોધવા લાગ્યો છે. ઘરના સભ્યોથી વિશેષ સોશિયલ મીડિયાના કોન્ટેક્ટને વધુ વિશ્વાસપાત્ર માનતો થતો જાય છે...! આપણા ઉછેરમાં ક્યાં શું ખૂટયું... કોને કારણભૂત ગણીશું આ પ્રવર્તમાન પરિસ્થિતિ માટે..?
માતાપિતાએ બાળકોને સુવિધાના રૂપે મોબાઈલ આપવાનું શરૂ કર્યું. ભણવા માટે મોંઘો મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા પણ પુરી પાડી દીધી. પરંતુ આટલું આપી દેવાથી આપણી ફરજ પૂરી થતી નથી. એક વાલી તરીકે આપણે જાેવું જાેઈએ કે બાળક મોબાઇલમાં શું જુએ છે? શાળા દ્વારા આપવામાં આવતું સમયપત્રક શું છે? આજે કયા વિષયના ક્લાસ લેવાયા, અને ક્યા ટોપિક ઉપર ભણ્યા? આજ તેને શું હોમવર્ક મળેલું છે? આ બધા પ્રશ્નો પૂછવાની જવાબદારીઓ માતાપિતાની આવે. પરંતુ મોટાભાગના માતાપિતા આવું કરતા નથી. અને પરિણામ સ્વરૂપ બાળકો મોબાઈલમાં કંઈ પણ જાેતા હોય માતાપિતા તેના વિશે કશું જાણતા હોતા નથી. તેના કારણે બાળ મનોરોગીની સંખ્યા વધતી જાય છે. સંતાનોના ઓનલાઈન ક્લાસ પૂરા થાય ત્યારે તેના મોબાઇલમાં કરેલ ર્ખ્ર્તખ્તઙ્મી જીટ્ઠષ્ઠિર ને પણ જાે આપણે ચેક કરીશું તો પણ બાળકની આવી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળ થઈશું.
વિજ્ઞાન એવું કહે છે કે નવજાત શિશુના જન્મ પછી શરૂઆતના પાંચ વર્ષ દરમિયાન તેના મગજનો ૯૦% વિકાસ થઈ ચૂક્યો હોય છે. જેમાં તેની બુદ્ધિક્ષમતા,ગમાઅણગમા,વગેરે વિકસતા હોય છે. આપણી વૈદિક સંસ્કૃતિ તો માતાના ગર્ભધારણ સંસ્કારને પણ ખૂબ જ મહત્ત્વનું ગણે છે. બાળકના જન્મ પહેલાં ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા કરવામાં આવેલા કાર્યો અને વિચારો બાળક ગ્રહણ કરી શકે છે. આ બાબતને પણ વિજ્ઞાને સાબિતીઓ દ્વારા સચોટ કહ્યું છે. ઘરમાં માત્ર કૃષ્ણના ફોટા લગાવવાથી કે દીકરાને ‘કાનો’ કહીને બોલાવવા થી બાળકમાં કૃષ્ણત્વ નહીં આવે.. બાળકનો કૃષ્ણ સમાન વિકાસ કરવા માટે આપણે પણ માતા યશોદા અને નંદનાં ગુણોને કેળવવા પડશે! આ મોબાઈલની દુનિયામાંથી બાળકને બહાર કાઢવા માટે એક વાલી તરીકે આપણે આપણા ઘરમાં પોઝિટીવ વાતાવરણ દ્વારા પરિવારની રિયલ લાઈફને આનંદદાયક અને ખુશ બનાવવી પડશે. વર્તમાન પરિસ્થિતિને જાેતા કામ થોડું અઘરું છે. પણ આખરે બાળકો માટે તો માતાપિતાને એટલી લાગણી હોય છે કે તે કંઈ પણ કરી શકે. જરૂર છે માત્ર જાગૃતિ કેળવવાની.