સાયન્સ સિટીની યાદગાર સફર

આમ તો સાયન્સ સિટી ૨૦૦૧માં અસ્તિત્વમાં આવેલું પણ દર વર્ષે તેમાં સારા સુધારાઓ ને આકર્ષણોમાં નવા ઉમેરાઓ થતાં જ રહે છે. આ એક સુંદર, વિશાળ વિસ્તારમાં સારી એવી ગ્રીનરી બનાવી મેઇન્ટેન કરેલી જગ્યા છે. સારું જાણવા ઉપરાંત એક દિવસની પીકનીક માટે પણ એક સ્થળ કહી શકાય, એ પણ પશ્ચિમ અમદાવાદનો વ્યાપ જાેતાં હવે શહેરની વચ્ચે કહી શકાય.

આકર્ષણો તો ઘણાં છે. જેમ કે એક્વેરિયમ, રોબોટ ગેલેરી, નેચર પાર્ક, થ્રિલ રાઈડ્‌સ, હોલ ઓફ સાયન્સ એન્ડ સ્પેસ, બે માળ જેટલો વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન જેમાં વિવિધ ન્યૂઝ ચેનલો અને મનોરંજક કાર્યક્રમો પીરસાતા રહે, સામે ટેકરા સાથે મોટી લોન, સાંજે સૂર્યાસ્ત પછી મ્યુઝિકલ ફાઉન્ટેન વગેરે.

અમને તો ખાસ નવાં થયેલ માછલીઘર અને રોબોટ ગેલેરી જ જવું હતું તેથી પાર્કિંગમાં કાર મૂકી ત્યાં છેક પશ્ચિમ છેડે ગયાં. જગ્યા નં.૧૨ અને ૧૮. ત્યાં આકર્ષણો એકબીજાથી દૂર છે અને જગ્યાઓને નંબર આપેલા છે. ૨૮ એટલે રંગ ઉદ્યાન જ્યાં રંગબેરંગી વનસ્પતિ છે વગેરે. વચ્ચે સાઈનબોર્ડ પણ છે છતાં કર્મચારીઓને લોકોએ પૂછવું પડતું.

તો પ્રથમ છેક પશ્ચિમ છેવાડે એક્વેરિયમ ગયાં.

એક્વેરિયમમાં ખૂબ અલભ્ય માછલીઓ હતી. શાર્ક અને બેબી વ્હેલ સુધ્ધાં હતી. ઉપરથી અને નીચેથી પણ કાચમાંથી જાેઈ શકાય અને તે ઉપરાંત વૉટર ટનલમાંથી પસાર થવાનું પણ હતું.

ખાસ તો પારદર્શક ગ્લાસ ટનલ, જેમાં તમે માછલીઓ વચ્ચેથી જતાં લાગો તે નવો જ અને રોમાંચક અનુભવ રહ્યો.

અન્યત્ર કયાંય ન જાેએલ માછલીઓ જાેઈ. કેટલીક તો બે અઢી ફૂટ લાંબી, સાવ સફેદ અને કેટલીક પ્લેન જેવી શાર્પ ચાંચ જેવું મોં ધરાવતી નાની શાર્ક સુધ્ધાં જાેઈ. બેંગકોકમાં ૨૦૧૧માં આના કરતાં ઓછું વિવિધતાવાળું એક્વેરિયમ અને મેડમ ટુસાડ મ્યુઝીયમ-એ બેના ૮૦૦ બાટ એટલે ૧૭૦૦ રૂપિયા જેવા થયેલાં. મારા મતે દુબઈ એક્વેરિયમની હારોહાર આ કહેવાય, પણ ત્યાં રૂપિયામાં ગણતાં ૧૦૦૦ કે ૧૧૦૦ જેવી ટિકિટ હતી. એ હિસાબે માત્ર ૨૦૦ રૂપિયાની ટિકિટમાં આ ઘણું જ સારું છે. સમુદ્રમાં ઉગતી રંગીન શેવાળ અને રંગ બદલતી માછલીઓ પણ જાેઈ.

બાળકો માટે એક જગ્યાએ સફેદ માછલીના સ્ક્રીન પર 'જંટ્ઠિં, દ્બટ્ઠાી અર્ેિ ર્ુહ કૈજર' બટન પર ક્લિક કરતાં માછલીનો કલર, ડિઝાઇન,પેટર્ન વગેરે સિલેક્ટ કરો એટલે સામે સ્ક્રીન પર અન્ય માછલીઓ સાથે તમારી ડિઝાઇન કરેલી માછલી તરતી દેખાય.

એક્વેરિયમ બે માળમાં પથરાયેલું છે.

બહાર કારોના ભંગાર જેવા કે બમ્પર, અંદરનું વ્હીલ, ડોરના પાર્ટ, વિન્ડો ગ્લાસ વગેરે ભેગા કરી સરસ પેટર્નમાં સમુદ્રમાં અર્ધી ડૂબેલી વ્હેલ બનાવી સુંદર કલર કર્યા છે.

બાજુમાં રોબોટ ગેલરી છે. તેમાં રોબોટ્‌સની ગાઈડ સાથે એક કલાકની ટુર અને બધા નું ડેમો માત્ર ૨૦૦ રૂપિયામાં છે. બહાર મોટો રોબોટ બનાવેલ છે તેના આગળથી ખુલ્લા પગમાં તમે ચેઇન, વ્હીલ્સ, સ્ક્રુઓ, વેક્યુમ જંપર્સ વગેરે પુર્જાઓ જાેઈ સાચો રોબોટ કેવી રચના ધરાવતો હશે તેનો ખ્યાલ લઈ શકો.

નાચતો કૂતરો તમારી સમક્ષ ડાન્સ કરે એ શો બાળકો ઉપરાંત મોટાંઓને ખૂબ ગમ્યો. બીજાે એક રોબોટ કેમેરાથી તમને સેન્સ કરી તમારે બુટ, કપડાં વગેરેમાંથી શું અને કેવું જાેઈએ છીએ તે ગાઈડ કરે. એ સાથે ટોકિંગ રોબોટ, ફાઇટિંગ રોબોટસ, ટેનિસ પ્લે કરતો રોબોટ, એક કેમેરા સાથે અને એક સર્જીકલ ઇન્સ્ટ્રૂમેન્ટ સાથે ઓપરેશન કરતા રોબોટ હતાં. અત્યંત પ્રિસીશન જાેઈએ ત્યાં જેમ કે લાઈવ મધર બોર્ડ બનાવતા રોબોટ્‌સ જાેયાં. ફૂટબોલ કે સ્ટ્રાઇકર સાથે અથડાઈ કેરમ જેવું રમતા રોબોટ્‌સ અને અલગ અલગ મ્યુઝિક ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ વગાડતાં સાથે નાચતા રોબોટ્‌સ જેવાં મનોરંજક આકર્ષણો હતાં. ખેતીમાં સ્પ્રે છાંટતા અને એકસરખી લળણી કરતા રોબોટ્‌સ, મંગળ પરનું રોવર વગેરે બતાવતી ગાઈડ સાથેની એક કલાકની ટુર મનોરંજન સાથે ફળદાયી રહી.

અને એ પછી બાજુમાં રોબોટિક ગેલેરીમાંનાં મ્યુઝિયમ તથા રોબોટ વેઈટરો સાથેનાં રેસ્ટોરાંની મુલાકાત લીધી.

અલગ ટીકીટ લઈ થ્રીડી પ્રિન્ટર, ઇમેજ બનાવતા રોબોટ વગેરેની નાની ગેલેરીઓ પણ અંદર હતી.

ઉપરાંત બહાર રેસ્ટોરાંમાં રોબોટ તમે આપેલો ઓર્ડર જેમ કે સમોસા, નાસ્તો વગેરે તમારા ટેબલે આવી સર્વ કરી જાય અને તમારે તેનાં પેટ પર ટચ સ્ક્રીનમાં ‘મળ્યો’ એ કહી દેવાનું. એ સરર.. સરકતો વેઈટર રોબોટ સહુનું આકર્ષણનું કેન્દ્ર હતો. એ કેન્ટિનમાં વ્યવસ્થા, ચોખ્ખાઈ અને ખાવાની ક્વોલિટી પણ સારાં લાગ્યાં.

૨૦૧૬માં સીમ્યુલેટેડ સ્પેસ જર્ની ૐછન્ બેંગ્લોરમાં કરી હતી તેના ૫૦ રૂપિયા વ્યક્તિ દીઠ ત્યાં હતાં એ અહીં હોલ ઓફ સાયન્સમાં સંપૂર્ણ ફ્રી હતી. તમને સામે સ્ક્રીન પર અવકાશ, પૃથ્વીનું બહારનું વાતાવરણ, ગ્રહોની સપાટી વગેરે કોમેન્ટ્રી સાથે બતાવતાં. તમે બેઠા હો એ આખું યાન પણ ધણધણે અને બાજુઓ પર ઝૂકે. જ્ઞાન સાથે મનોરંજન. થ્રિલ રાઈડ્‌સ, હોલ ઓફ સાયન્સ સ્પેસમાં આઉટર સ્પેસની ગોળ ફરતા પડદે ફિલ્મ, સ્પેસ શટલમાં અવકાશ યાત્રાનું સિમ્યુલેશન,અલગ અલગ ગ્રહો પર તમારું વજન, શૂન્યાવકાશ કરેલી ટ્યુબમાં બહારથી સ્વિચ દબાવી ઉત્પન્ન કરેલી હવામાં અંદર થર્મોકોલના બોલ ઉછાળી તેના વાયબ્રેશન દ્વારા સ્પીકર્સમાંથી અવાજ, અમુક જગ્યાએ સ્ક્રીન પરનું બટન દબાવતા તેને લગતી નાની સાયન્સ ફિલ્મ વગેરે જાેયું.

સમય હોય તેમણે પ્લેનેટોરિયમ અને સાંજે ગયા હો તો ડાન્સીંગ મ્યુઝિકલ ફુવારાઓ જાેવાં. જાે કે જેમણે દુબઈનો આઠ માળ ઊંચો મ્યુઝિકલ ફુવારો જાેયો હોય એને આમાં નાનું લાગે પણ આ સાચે સરસ શો છે.

 નેચર પાર્કમાં વિવિધ પક્ષીઓ, બતકોનું પાંજરું અને રંગબેરંગી વનસ્પતિ જાેયાં. અને કિડ્‌સ એરિયા વગેરેમાં સાથે આવેલ નાના બાળક સાથે સમય પસાર કરવામાં ચાર કલાક ઓછા પડ્યાં.

એકદમ ગ્રીન વાતાવરણ. જાેવાની મઝા પડી. ઘણા વખતે લગભગ ૭ વર્ષે ફરીથી ગયો. પહેલાં કરતાં ખૂબ બદલાઈ ગયું છે.

જરૂર એક દિવસ ફાળવવા જેવો. બાળકો, કિશોરો સાથે તો સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા!

સમય હોય તો સાંજનો મ્યુઝિકલ ફાઉન્ટેન જાેયાં પછી કે બહાર નીકળીને ત્યાંથી બે કે ત્રણ કિલોમીટર દૂર ભાડજ ખાતે રંગીન કાચની અદભુત કૃતિઓવાળું હરેકૃષ્ણ મંદિર જરૂર જાેવું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution