દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક અંગે સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે કોવિડને લગતી પરિસ્થિતિની બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે અને કેટલાક મંત્રાલયોના કામની સમીક્ષા પણ થવાની સંભાવના છે.ઓનલાઈન યોજાશે બેઠક યોજાશે સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે આ બેઠક ઓનલાઈન માધ્યમથી યોજાશે. બેઠકમાં માર્ગ અને પરિવહન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ટેલિકોમ મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરી શકાય છે. આમાં કોવિડ -19 સંબંધિત પરિસ્થિતિ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.લગભગ એક અઠવાડિયા પહેલાં વડાપ્રધાન મોદીએ પ્રધાનો અને રાજ્ય પ્રધાનોના વિવિધ જૂથો સાથે બેઠક યોજી હતી અને તેમના મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકો વડાપ્રધાન મોદીના સત્તાવાર નિવાસસ્થાને યોજાઇ હતી અને મોટાભાગની બેઠકોમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન, કોવિડને લગતી પરિસ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક પ્રધાનોની કામગીરીનું મૂલ્યાંકન થવાની સંભાવના પણ જોવાઇ રહી છે.