ફતેપુરા,તા.૧૪
ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ઇન ચાર્જ પીએસઆઇ આર બી ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ફતેપુરા તાલુકામાં આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને ફતેપુરા ખાતે ઈન ચાર્જ પીએસઆઇ આર બી ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં ફતેપુરા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેમ જ કોઈ અનિચ્છનિય બનાવ ન બને ભાઈચારો જળવાઈ રહે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.