રાજ્ય કક્ષાના મંત્રી પરષોતમ સોલંકીના નેજા હેઠળ ગાંધીનગરમાં કોળી સમાજની મળી બેઠક

ગાંધીનગર-

કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક ગાંધીનગરમાં મળી હતી રાજ્ય કક્ષાના મંત્રી પરષોતમ સોલંકીની અધ્યક્ષતામાં મળેલી આજની બેઠકમાં હીરાભાઈ ચૌધરીને સામાજિક રીતે આગળ વધારવાના હેતુસર ટ્રસ્ટમાં સભ્ય બનાવવામાં આવ્યા હતા.

આ તકે મંત્રી પરષોતમ સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજના આગેવાનોની બેઠકમાં ટ્રસ્ટ અને સમાજલક્ષી ચર્ચાઓ માટે મળી રહી છે. ગાંધીનગર સેકટર-ચારની વાડી ખાતે મળેલી બેઠકમાં સમાજના ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરવા સંદર્ભે બેઠક બોલાવવામાં આવી હતી સમાજના કેટલાક આગેવાનોના અવસાન બાદ નવા નામ ઉમેરવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી સમાજ અને રાજકીય સંબંધો વચ્ચે કુંવરજી બાવળિયા પર આકરા પ્રહાર કરવાનું ચૂકયા ન હતા. કુંવરજી બાવળિયા વધારે પ્રમોટ થયા છે. તે સમાજનું કામ કરતા હશે કે કેમ? તેની મને ખબર નથી. 

સમાજની બેઠકમાં ૧૫૦ લોકો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કારણે માત્ર ૩૦થી ૪૦ જેટલા જ આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી. સામાજિક રીતે દબાણ ઉભું કરીને હીરાભાઈ સોલંકીને બોર્ડ-નિગમમાં ચેરમેન પદ અપાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી હોવાનું ગાંધીનગરની ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution